પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને તસ્કરો ત્રાટકયા: રોકડ અને દાગીનાની ચોરી

28 November 2022 05:51 PM
Rajkot Crime Saurashtra
  • પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને તસ્કરો ત્રાટકયા: રોકડ અને દાગીનાની ચોરી

ચુનારાવાડમાં રહેતાં પરેશભાઈ કોળીના મકાનનું તાળું તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.35 હજારના મુદામાલની ચોરી કરી અજાણ્યાં તસ્કરો નાસી છૂટ્યા: પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ. તા.28 : ચુનારવાડમાં રહેતો કોળી પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને પાછળથી ત્રાટકેલા અજાણ્યાં તસ્કરોએ મકાનમાં કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.35 હજારના મુદામાલની ચોરી થયાની થોરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી પરેશભાઇ જુગાભાઇ ડાભી (ઉ.વ.24) (રહે.ચુનારવાડ શેરી નં -4) એ જણાવ્યું હતું કે,

તે ગઇ તા.26 ના જામગઢ ગામે રહેતાં ફૈબાના ઘરે લગ્નના પ્રસંગમાં ગયેલ હતાં ત્યારે મકાનને તાળું મારી ચાવી બાજુમાં રહેતાં તેમના મામાને આપી ગયેલ હતાં, બાદમાં ત્યાં પાણી આવતાં તેના મામાનો પુત્ર પાણી ભરવા ગયો ત્યારે તાળું તૂટેલ હતું. જે ફરીથી તાળું લગાવી દીધું હતું. બાદમાં તારીખ.27ના બપોરના તેઓ લગ્ન પ્રસંગ પતાવીને પાછા ઘરે આવીને જોયુ તો ડેલીનુ તાળુ ખુલ્લી હાલતમા હતુ આથી ઘરમા નીચેના માળે રહેતા તેના નાના ભાઈ કાળુભાઇ જુગાભાઇ ડાભીના રૂમમા તપાસ કરતાં કબાટના દરવાજાનુ લોક તોડેલ હાલતમા હતુ અને તેમાં રાખેલ રૂ.10 હજાર જોવા મળેલ નહીં

તેમજ ફરિયાદીને રૂમમાં તપાસ કરતાં તિજોરીમાં રાખેલ ચાંદીની લક્કી રૂ.5 હજાર, સોનાના બુટી એક જોડી રૂ .15 હજાર, સોનાના દાણા નંગ -2 રૂ.એક હજાર તેમજ ચાંદીની વીંટી નંગ -4, તુલસી તથા ગાય રૂ.4 હજાર મળી કુલ રૂ.35 હજારના મુદામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ થોરાળા પોલીસ મથકે નોંધાતા પીએસઆઇ પી.એમ.રાઠવા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement