રાજકોટ-70ના ભાજપના લોકપ્રિય ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને યુવા વર્ગનું ખુલ્લું સમર્થન

28 November 2022 05:59 PM
Rajkot Elections 2022 Saurashtra
  • રાજકોટ-70ના ભાજપના લોકપ્રિય ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને યુવા વર્ગનું ખુલ્લું સમર્થન

► યુવા ભારતના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદીમાં આજના યુવાનોને પૂરો ભરોસો :યુવા મોરચા દ્વારા સંમેલન યોજાયું

રાજકોટ : રાજકોટ-70ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભક્તિનગર સર્કલ પાસે મેઘાણી રંગભવનમાં રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં યુવાનોએ રમેશભાઈ ટીલાળામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને સમર્થન જાહેર કર્યું હતું.આ યુવા સંમેલનને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના સભ્ય રોહનભાઈ તીંજલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના વધુ મજબુત બનાવવા ભાજપ યુવા મોરચાના સભ્યો મહેનત અને લગન સાથે કામ કરી રહ્યા છે.

► કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સમાજ વર્ગોના ઉત્કર્ષ માટે યોજનાઓનું કરાતું અમલીકરણ-રોહનભાઈ તીંજલ

પાર્ટીના કાર્યક્રમોને ઉત્સાહ સાથે સફળ બનાવે છે. તેમણે આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ગરીબ લોકો માટે બેંકોમાં 50 કરોડના ખાતા ખોલવામાં આવ્યા, આરોગ્ય માટે આયુષ્માન યોજના, ખેડૂતોને સહાયભૂત થવાથી કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ખેડૂતોના ખાતામાં જમા કરાવાતા 6 હજાર, સ્વચ્છ ભારત યોજના વિગેરેની જાણકારી આપી હતી. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ચારેય બેઠકોમાં ખીલે તે માટે યુવા મોરચા તનતોડ મહેનત કરવા અનુરોધ કર્યો હતો.

► યુવા ભારત દેશના વિકાસમાં યુવાનોનો અનન્ય ફાળો-રમેશભાઈ ટીલાળા

ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે આપણા યુવા ભારત દેશને વિવિધ ક્ષેત્રે વિકાસની વધુ ઉંચાઈએ લઇ જવા માટે યુવાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે યુવાનો દેશનું ભવિષ્ય છે. અને ઘડતર કરશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યુવાનો પ્રિય છે અને યુવા ઉત્કર્ષ માટે જુદી-જુદી યોજનાઓ ઘડેલી છે. તેમણે આ તકે રાજકોટની ચારેય બેઠકોમાં કમળ ખીલે તે મટે સક્રિય પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, દિનેશભાઈ ચોવટીયા, મનીષભાઈ ભટ્ટી, વોર્ડ નં. 6ના યુવા મોરચાના હોદેદારો અને મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement