રાજકોટ: રાજકોટ વિધાનસભા-69ના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહના વોર્ડ નં. 3ના કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદબોધન કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે જનસંઘના સમયથી આપણા કાર્યકર્તા દેશહિત માટે કામ કરતો આવ્યો છે. રાજકોટનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્યો છે.
► આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું પુન: જાગરણ થયેલ છે-વિજયભાઈ રૂપાણી
આજે સમયની માંગ છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને મહાસતા અને વિશ્વગુરુ બનાવવા જઇ રહ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું પુન: જાગરણ થયેલ છે. આખા દેશની ગુજરાતની ચૂંટણી પર નજર છે ત્યારે ગુજરાતની ચૂંટણીમાં પ્રજાજનો ભાજપને ઐતિહાસિક બહુમતી આપીને દેશને ભાજપની વિકાસ નિતિનો સંદેશ આપશે.
► વિકાસના કામોને અગ્રતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે જાગૃત પ્રહરી બની રહીશ-ડો. દર્શિતાબેન શાહ
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું કે ભાજપનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્યો છે. ભાજપનું રાજકોટનું સંગઠન રાજ્યમાં અગ્રેસર છે. રાજકોટની ચારેય બેઠકોમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતિથી ચૂંટાય એ માટે કાર્યકરો દિવસ-રાત જોયા વિના તનતોડ પ્રયાસો કરે છે. ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું કે આ ગુજરાત મેં બનાવ્યું છે. કમળ ગુજરાતના ઘર-ઘર સુધી પહોંચશે અને પ્રજાજનો ખોબલે ખોબલે મત આપીને ભાજપની પુન: સરકાર બનશે.
► રાજકોટની ચારેય બેઠકોમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતિથી ચૂંટાય એ માટે કાર્યકરો સતત પ્રયત્નશીલ છે
તેમણે વિકાસને અગ્રતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે જાગૃત પ્રહરી બની રહેશે. આ પ્રસંગે વોર્ડ પ્રભારી દિનેશભાઈ કારીયા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રીઓ રાજુ દરિયાનાણી, હિતેશ રાવલ, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મંત્રી અરુણાબેન આડેસરા, ઇલાબેન, અગ્રણી મુરલીભાઈ દવે, ભાવનભાઈ રામદાર, સંગઠનના હોદેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રહેવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.