‘સન્ની પાજી દા ધાબા’ના માલિકને પત્ની-સંતાનોને દર મહિને રૂ. 15 હજારનું ભરણપોષણ ચુકવવા આદેશ

28 November 2022 06:17 PM
Rajkot Crime
  • ‘સન્ની પાજી દા ધાબા’ના માલિકને પત્ની-સંતાનોને દર મહિને રૂ. 15 હજારનું ભરણપોષણ ચુકવવા આદેશ

અમનવીરસિંગ ખેતાન સામે તેમના પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ પણ કરી છે

રાજકોટ,તા. 28 : સન્ની પાજી દા ધાબાના માલિક વિરુધ્ધ પત્ની તથા બાળકોને વચગાળાના ભરણપોષણ ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે. રાજકોટ તથા મોરબી, ભાવનગર વગેરે સ્થળોએ હોટલ રેસ્ટોરન્ટ ધરાવતા સન્ની પાજી દા ધાબાના માલિક અમનવીરસિંગ તેજેન્દ્રસિંગ ખેતાનએ તેમના પત્ની તથા બે સંતાનોને મારપીટ કરી પહેરેલ કપડે કાઢી મુકી હેરાન કરેલ હોવાના આક્ષેપ સાથે ડોમેસ્ટીક વાયોલન્સના કાયદા હેઠળ તેમની પત્નીએ રાજકોટના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ અરજી કરતા તેમજ ભરણપોષણ ન કરતા હોવાથી ભરણપોષણ માટેની માંગણી પણ કરવામાં આવી હતી. જેમાં વચગાળાની ભરણ પોષણ મળવાની અરજીમાં રાજકોટના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં અરજદારના એડવોકેટની ધારદાર રજૂઆતને માન્ય રાખી અરજીની તા. 25-3-2022થી દર માસના રૂા. 15,000 લેખે ચુકવવા હુકમ કરેલ છે. ફરિયાદી પત્ની વતી એડવોકેટ મુકેશભાઈ જે. ઠક્કર, પી.એમ. વ્યાસ, પી.ડી. સીદપરા, બ્રીજ કોટકની ટીમ રોકાયેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement