રાજકોટ,તા.28 : લોધીકા પાસે આવેલ વડવાજડીમાં રહેતા મંથન જયેશભાઈ રાઠોડ (ઉ.વ.16) ગત રાત્રીનાં ચામુંડા કિરાણા ભંડાર પાસેથી પસાર થતો હતો. ત્યારે ત્યાં ઘસી આવેલા દિલોકોળી અને તેના ભાઈને દારૂના નશાની હાલતમાં તારે આ શેરીમાંથી નિકળવું નહી કરી ઝઘડો કરી તેની પાસે રહેલ સ્ટમ્પથી અને ઢીકાપાટુનો મારમારી નાસી છુટયા હતાં.
જયારે મંથકને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો.અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું. વધુમાં ઈજાગ્રસ્ત તરૂણ કોલેજમાં અભ્યાસ કરે છે અને હાલ પંચનાથ હોસ્પિટલમાં ટેકનીશીયન તરીકે કામ કરે છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.