રાજકોટ, તા.28 : શહેરના માધાપર વિસ્તારમાં રહેતી સગીરા રાતના સમયે પરિવારના સભ્યો સુતા હતા ત્યારે ગુમ થઈ જતા સગીરાના પિતાએ તપાસ કરતા સગીરાને રતનપરના સંજય કાનાભાઈ ભરવાડ સાથે પ્રેમ સબંધ હોય અને અગાઉ સતત ફોનમાં વાતચીતી કરતી હોય તે સંજય પણ તેના ઘરે ન મળી આવતા સંજય ભરવાડ જ ભોગ બનનારનું લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના અપહરણ કરી ગયેલાની હકીકત ધ્યાનમાં આવતા ગાંધીગ્રામ - 2 યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તા.3/09/2022 ના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીએ ભોગ બનનારની સાથે શરીર સંબંધ બાંધેલાની હકીકત ખુલવા પામતા પોલીસ ધ્વારા સ્પે.પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 376 તેમજ પોકસો એકટની કલમ 4 મુજબ ઉમેરો કરવા માટેની અરજી આપતા કોર્ટે ફરીયાદીની ફરીયાદમાં ઉપરોક્ત કલમનો ઉમેરો કરતો હુકમ ફરમાવેલ હતો. જેલમાં રહેલા આરોપીએ જામીન માટે અરજી કરતા આરોપીના વકીલની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી સંજય શીયાળ (ભરવાડ) ને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફ2માવેલ છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, 2ણજીત બી. મકવાણા રોકાયેલા હતા.