'હપ્તા' લ્યો છો તો પછી રેડ કેમ? માલવિયાનગર પોલીસની આબરૂનું મધરાત્રે ચિરહરણ !!

30 November 2022 05:13 PM
Rajkot
  • 'હપ્તા' લ્યો છો તો પછી રેડ કેમ? માલવિયાનગર પોલીસની આબરૂનું મધરાત્રે ચિરહરણ !!
  • 'હપ્તા' લ્યો છો તો પછી રેડ કેમ? માલવિયાનગર પોલીસની આબરૂનું મધરાત્રે ચિરહરણ !!
  • 'હપ્તા' લ્યો છો તો પછી રેડ કેમ? માલવિયાનગર પોલીસની આબરૂનું મધરાત્રે ચિરહરણ !!
  • 'હપ્તા' લ્યો છો તો પછી રેડ કેમ? માલવિયાનગર પોલીસની આબરૂનું મધરાત્રે ચિરહરણ !!
  • 'હપ્તા' લ્યો છો તો પછી રેડ કેમ? માલવિયાનગર પોલીસની આબરૂનું મધરાત્રે ચિરહરણ !!

► પોલીસની 'હપ્તાખોરી' છાપરે ચડીને પોકારવા લાગી: આકરાં પગલાં ક્યારે લેવાશે ?

રાજકોટ, તા.30 : રાજકોટમાં પોલીસની ધાકને કારણે લિસ્ટેડ બૂટલેગરો-બૂકીઓ-જુગારીઓ ભોંભીતર થઈ ચૂક્યા છે તેવા પોલીસ દ્વારા જ કરવામાં આવી રહેલા દાવાઓ 'ખોખલા' સાબિત થઈ રહ્યા હોય તેવી રીતે 'હપ્તાખોરી'નું પાપ છાપરે ચડીને પોકારવા લાગ્યું છે. માલવિયાનગર વિસ્તારમાં આવેલી મહાપાલિકાની ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટર્સ જાણે કે લોકોને રહેવા માટે નહીં બલ્કે દારૂ બનાવવા માટે જ હોય તેવી રીતે અહીં દરરોજ મોટાપાયે હજારો લીટર દારૂ બનાવીને પ્યાસીઓને પીવડાવવામાં આવતો હોવાનું ધ્યાન પર આવતાં જ સ્થાનિક માલવિયાનગર પોલીસને ઉંઘતી રાખીને ગતરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દેતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આટલું ઓછું હોય તેવી રીતે મોડીરાત્રે દારૂનો ધંધો કરતો કુખ્યાત બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ પોતાની પત્ની તેમજ અન્ય મહિલાઓને સાથે રાખી માલવિયાનગર પોલીસ મથકમાં હાજર થતાં મહિલાઓએ પોલીસને બેફામ શબ્દોમાં ભાંડી હોવાના વીડિયો અત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગતાં નખાખીથની આબરૂનું રીતસરનું ચીરહરણ થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.

► પોલીસ સ્ટાફ પત્નીને લઈને દિવ ફરવા જાય તો તેનું બિલ અમારે ચૂકવવું પડે છે: મહિલા પોલીસ મોઢે બુકાની બાંધીને રોકડા લઈ જતી હોવાનો સણસણતો આક્ષેપ: દેશી દારૂનો ધંધો ચાલવા દેવા માટે માલવિયાનગર પોલીસના સ્ટાફને દર મહિને પોણા બે લાખનો હપ્તો ચૂકવીએ છીએ: પોલીસને ઘરમાં ફ્રીઝ-ટીવી-એસી લેવું હોય તો પૈસા અમારે આપવાના !

ગતરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વખતે નાસી છૂટેલો હાર્દિક ઉર્ફે કવિ રાત્રે એકાદ વાગ્યાના અરસામાં 30થી વધુ મહિલાઓ સાથે માલવિયાનગર પોલીસ મથકે ધસી ગયો હતો અને સામેથી પોતાની ધરપકડ કરાવી હતી. પોલીસે જેવી તેની ધરપકડ કરી કે તુરંત જ મહિલાઓએ દેકારો બોલાવવાનું શરૂ કરી દીધું હતું આમ છતાં પોલીસ બધું જ સહન કરવું પડ્યું. મહિલાઓ સ્પષ્ટ કહી રહી હતી કે દર મહિને હપ્તો આપીએ છીએ છતાં અમારે ત્યાં રેડ કેમ પડી ? આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે જેમાં એક મહિલા કહી રહી છે કે પોલીસ સ્ટાફ તેની પત્નીને લઈને દિવ ફરવા જાય છે ત્યારે અમને ફોન કરીને એમ કહી દે છે કે અહીં 20,000નું હોટેલ બિલ થયું છે, તમે ભરી દેજો. આ બિલ અમારે જ ભરવાનું હોય છે. ચાર દિવસ પહેલાં જ પોલીસ કર્મીઓ દિવ ગૂયા ત્યારે તેમનું બિલ પણ અમે જ ભર્યું હતું. આ પછી બીજી મહિલા કહે છે

► સ્ટેટ મોનિટરિંગ સેલે ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટરમાં લિસ્ટેડ બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિની દારૂની ભઠ્ઠી-બાર ઉપર દરોડો પાડી માલવિયાનગર પોલીસ મથકનું નાક વાઢી લીધા બાદ બૂટલેગરના સમર્થકોએ પોલીસ મથકમાં બેફામ ધમાલ-કાનના કીડા ખરી જાય તેવી ગાળો ભાંડતાં પોલીસનું પમોરલથ ડાઉન

કે અહીંની મહિલા પોલીસ મોઢે બુકાની બાંધીને અમારી પાસે આવે છે અને હપ્તારૂપે રોકડા લઈ જાય છે. જ્યાં રેડ પડી ત્યાં દેશી દારૂનો ધંધો ચાલવા દેવા માટે માલવિયાનગર પોલીસનો સ્ટાફ દર મહિને પોણા બે લાખ રૂપિયાનો હપ્તો લઈ જતો હોવાનો આક્ષેપ પણ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે. આ ઉપરાંત એવું પણ સંભળાઈ રહ્યું છે કે સ્ટાફના કોઈ પણ પોલીસને ઘરમાં ફ્રીઝ-ટીવી-એસી લેવું હોય તો તેના પૈસા અમારે આપવાના હોય છે અને અમે આપીયે પણ છીએ !! આ પછી વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિના સમર્થકો કાનના કીડા ખરી જાય તેવી ગાળ ત્યાં રહેલા પોલીસ જવાનોને આપી રહ્યા છે છતાં તેમની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ પ્રકારે પોલીસને ગાળો ખાતી જોઈ તેનું પમોરલથ કેટલી હદે ડાઉન થઈ ગયું હશે તે તો વીડિયો જોયા બાદ જ લોકોને માલૂમ પડશે ! મહિલાઓ તો એવા આક્ષેપ પણ કરી રહી છે કે દર મહિને સ્ટેટ મોનિટરિંગ સેલને ડીઝલ માટે રૂા.20,000નો હપ્તો ચૂકવવામાં આવે છે. ગતરાત્રે પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ચાર પોલીસ કર્મીઓએ પહેલાં અમારે ત્યાં દારૂ પીધો અને પછી રેડ પાડી હતી !

મહિલાઓએ આટલી ગાળો ભાંડી-દેકારો કર્યો છતાં ફરજ રૂકાવટનો ગુનો ન નોંધ્યો: હાર્દિક ઉર્ફે કવિ લિસ્ટેડ બૂટલેગર છતાં પાસા શા માટે નહીં ?
આશ્ચર્યની વાત તો એ પણ ગણવામાં આવી રહી છે કે ગત મધરાત્રે માલવિયાનગર પોલીસ મથકમાં ઘૂસીને મહિલાઓએ બૂટલેગરની તરફેણ કરીને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી, ગાળાગાળી, દેકારો કર્યો છતાં એક પણ વ્યક્તિની સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો નથી. આટલું ઓછું હોય તેવી રીતે હાદિર્ક ઉર્ફે કવિ લિસ્ટેડ બૂટલેગર હોવા છતાં તેની સામે પાસાનું વોરંટ શા માટે ઈશ્યુ કરવામાં આવ્યું નહીં હોય તે પણ મોટો સવાલ છે.

પોલીસને પીવા માટે દારૂની રૂા.4000ની બોટલ અમારે જ આપવાની !
વાયરલ થયેલા વીડિયોમાં એવું પણ સંભળાઈ રહ્યું છે કે પોલીસને દારૂ પીવાની ઈચ્છા થાય ત્યારે તેઓ ચારથી પાંચ હજાર રૂપિયાની દારૂની બોટલની માંગણી કરે છે ત્યારે આ દારૂની બોટલની વ્યવસ્થા પણ અમારે કરી આપવી પડે છે. આ ઉપરાંત પોલીસકર્મીઓના વાહનોમાં ડીઝલ-પેટ્રોલ પણ અમે જ પૂરાવી આપીએ છીએ આમ છતાં અમારે ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે.

જો મહિલાઓના આક્ષેપ સાચા હોય તો પોલીસ માટે મોટું કલંક: ખોટા હોય તો 'પાઠ' ભણાવવો જરૂરી
માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફ ઉપર બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિની પત્ની સહિતની મહિલાઓ બેફામ આક્ષેપો અને ગાળાગાળી કરી રહી છે ત્યારે થયેલા આ આક્ષેપો સાચા હોય તો પોલીસ માટે મોટું કલંક ગણાશે અને જો આક્ષેપો ખોટા હોય તો તે લગાવનારા લોકોને બરાબરનો નપાઠથ ભણાવવો જરૂરી બની જાય છે. જો કે આગ લાગી હોય તો જ ધૂમાડો નીકળે તે મુજબ મહિલાઓના આ આક્ષેપ સાચા હોવાનું પણ સ્થાનિક લતાવાસીઓ જણાવી રહ્યા છે.

તું તારે મોજથી દારૂ વેચ, કોઈ નહીં આવે: આવું કહેવાની હિંમત કઈ પોલીસે કરી હશે ?
અમુક મહિલાઓ તો એવો આક્ષેપ કરતી પણ સંભળાઈ હતી કે બૂટલેગરને સ્થાનિક પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તું તારે મોજથી દારૂ વેચ, તારે ત્યાં દરોડો પાડવા કોઈ નહીં આવે...હવે આવું કહેવાની હિંમત કયા પોલીસ કર્મચારીઓ કરી હશે તે પણ તપાસનો વિષય બની જાય છે. એક બાજુ પોલીસ દારૂ-જુગારના હાટડા બંધ કરાવવાના દાવાઓ કરી રહી છે ત્યારે બીજી બાજુ તેના જ પોલીસ કર્મીઓ જો આવી છૂટ આપી રહ્યા હોય તે વાત સાચી હોય તો ખરેખર શરમજનક ગણી શકાશે.

પોલીસ હપ્તો લેવા આવી ત્યારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો દૂધનું દૂધથને પાણીનું પાણી થઈ જશે
જાણકારો એવું પણ કહી રહ્યા છે કે મહિલાઓ જે પ્રકારે આક્ષેપ કરી રહી છે કે માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દર મહિને પોણા બે લાખ રૂપિયાનો હપ્તો લઈ જાય છે ત્યારે હપ્તો લેવા આવનાર વ્યક્તિને તો આ મહિલાઓ ઓળખતી જ હોવી જોઈએ ત્યારે એ વ્યક્તિની ઓળખ માટે હપ્તો લેવાયાના દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો પણ દૂધનું દૂધથને પાણીનું પાણી થઈ શકે તેમ છે. જો કે હપ્તો લેવા પોલીસ સ્ટાફ નહીં બલ્કે પવહીવટદારથ જતાં હોવાનો ગણગણાટ પણ હાલ સંભળાઈ રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement