આવતીકાલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જબરો રોડ-શો

30 November 2022 05:17 PM
Ahmedabad Elections 2022 Gujarat
  • આવતીકાલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જબરો રોડ-શો

મહાનગરની તમામ વિધાનસભા બેઠકોને આવરી લેવાનો ભાજપનો વ્યૂહ : મોદી મેજીક સર્જવા તૈયારી

રાજકોટ,તા. 30 : ગુજરાતમાં આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન યોજાશે તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ભવ્ય રોડ-શો પણ અમદાવાદમાં આવતીકાલે યોજાય તેવા સંકેત છે અને 30 કિલોમીટર લાંબો આ રોડ-શો અમદાવાદની તમામ વિધાનસભા બેઠકોને આવરી લેશે.

અને આ રીતે સમગ્ર અમદાવાદમાં તથા બીજા તબક્કાના ક્ષેત્રોમાં મોદી મેજીક છવાય જશે. અમદાવાદમાં ભારતીય જનતા પક્ષનો આ જબરો રોડ-શો હશે. અગાઉ વડાપ્રધાને પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારના અંત પૂર્વે સુરતમાં એક જબરો રોડ-શો કર્યો હતો અને ખાસ કરીને આ મહાનગરની 8 બેઠકોને આવરી લીધી હતી તેમાં હવે અમદાવાદમાં રોડ-શો બીજા તબક્કાના મતદાન માટે મહત્વનો બની રહેશે.

છેલ્લા બે દિવસથી અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અલગ-અલગ વિસ્તારોમાં રોડ-શો કર્યા છે પરંતુ વડાપ્રધાનનો રોડ-શો ઓછામાં ઓછો 6 થી 8 કલાક ચાલશે તેવા સંકેત છે અને તેના માટે ભારતીય જનતા પક્ષે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. એક વખત વડાપ્રધાન કાર્યાલય તરફથી મંજૂરી મળે કે તૂર્ત જ આ રોડ-શોની જાહેરાત થઇ જશે.


Related News

Advertisement
Advertisement
Advertisement