ઈઝરાયેલી ફિલ્મકાર નાદવ બોલ્યા: સૌની સામે સાચું બોલવું સરળ નહોતુ

01 December 2022 12:34 PM
Entertainment World
  • ઈઝરાયેલી ફિલ્મકાર નાદવ બોલ્યા: સૌની સામે સાચું બોલવું સરળ નહોતુ

‘ધી કશ્મીર ફાઈલ્સ’ પર વિવાદી નિવેદન આપનાર.... : જયારે હું ‘ધી કશ્મીર ફાઈલ્સ’ વિષે બોલ્યો ત્યારે મારા મનમાં એક બેચેની હતી: ફિલ્મકાર

ગોવા તા.30 : ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રીની ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ભદ્દી અને પ્રોપેગેંડા ફિલ્મ કહીને વિવાદ ઉભો કરનાર ઈઝરાયલી ફિલ્મકાર નાદવ લાપિડનું એક વધુ નિવેદન બહાર આવ્યું છે. ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના જયુરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મકારે એક મુલાકાત દરમિયાન પોતાની ટિપ્પણી પર વાત કરતા જણાવ્યું હતું કે ‘ધી કશ્મીર ફાઈલ્સ’ની વિરુદ્ધ બોલવું સહેલું નહોતું.

‘નાદવે’ જણાવ્યું હતું કે જયારે મેં ‘ધી કશ્મીર ફાઈલ્સ’ જોઈ ત્યારે હું એ વાતથી આશ્ચર્યચકીત થઈ ગયો હતો કે કાશ્મીરના મુદ્દા પર બનેલી આ ફિલ્મ સરકારના ધોરણોનું પાલન કેટલી સ્પષ્ટ રીતે કરે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિવેદ અગ્નિહોત્રીએ આ ફિલ્મ 32 વર્ષ પહેલા થયેલા નર સંહાર પર બનાવી છે અને મચી જશે? ત્યારે નાદવે જણાવ્યું કે મને ખબર હતી કે આ ફિલ્મ એવી ઘટના પર આધારીત હતી જે દેશ સાથે જોડાયેલી હતી પણ સૌની સામે સાચું કહેવું સરળ નહોતું. કારણ કે હું ત્યાં મહેમાન હતો, જયુરીનો અધ્યક્ષ હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement