ફિલ્મ ‘લાઈગર’ના ફંડીંગ મામલે ED એ દેવરકોંડાની 12 કલાક પુછપરછ કરી

01 December 2022 05:09 PM
Entertainment India
  • ફિલ્મ ‘લાઈગર’ના ફંડીંગ મામલે ED એ દેવરકોંડાની 12 કલાક પુછપરછ કરી

ED એ બોલાવ્યા બાદ તપાસમાં સહયોગ આપ્યો: અભિનેતા

હૈદ્રાબાદ તા.1
સાઉથના એકટર વિજય દેવરકોંડાની ઈડીએ તેની ફિલ્મ ‘લાઈગર’માં ફંડીંગને લઈને ગઈકાલે પુછપરછ કરી હતી. ઈડીએ તેની 12 કલાક પુછપરછ કરી હતી અને બાદમાં તેને છોડી દીધો હતો.

ઈડીએ દેવરકોંડાની સવારે 8 વાગ્યે પુછપરછ શરૂ કરી હતી જે રાત્રે લગભગ 9 વાગ્યા સુધી ચાલી હતી. ઈડીએ દેવરકોંડાની તેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘લાઈગર’ના ફંડીને લઈને પુછપરછ કરી હતી.

આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયાની આસપાસ માનવામાં આવે છે. ઈડીએ આ ફિલ્મના ફંડીંગ મામલે માત્ર દેવરકોંડાને જ નહીં, બલકે ફિલ્મના નિર્માતા ચાર્મી કૌરની પણ પુછપરછ કરી હતી.

તેમની પુછપરછ 17 નવેમ્બરે કરી હતી. ઈડીએ તેમને ખાસ કરીને વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમના ભંગના આરોપોને લઈને પુછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈડીએ બોલીવુડની એકટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની પુછપરછ મની લોન્ડ્રીંગના કેસમાં કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement