નવીદિલ્હી, તા.2
આઈપીએલ-2023ના મીની ઑક્શન માટે કુલ 991 ખેલાડીઓને રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 714 ભારતીય તો 277 વિદેશી ખેલાડી છે. આ યાદી દસેય ટીમોને આપી દેવામાં આવી છે અને 9 ડિસેમ્બર સુધી ટીમોને ખેલાડી પસંદ કરવાની તક અપાઈ છે.
યાદી પ્રમાણે આ વખતે બે કરોડની બેઝપ્રાઈસ (મુળ કિંમત)માં 21, 1.5 કરોડની બેઝપ્રાઈસમાં 10 અને એક કરોડની બેઝપ્રાઈસમાં 24 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે 2 અને 1.5 કરોડની બેઝપ્રાઈસવાળી યાદીમાં કોઈ ભારતીય ખેલાડી નથી. એક કરોડની કિંમતમાં મયંક અગ્રવાલ, કેદાર જાધવ અને મનિષ પાંડે એમ ત્રણ ભારતીય છે.
મિનિ ઑક્શન માટે રજિસ્ટ્રેશન કરાવનાર ભારતીય કેપ્ડ ખેલાડીઓમાં 19 નામ સામેલ છે જેમાં મયંક અગ્રવાલ, કેદાર જાધવ અને મનિષ પાંડે ઉપરાંત અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા મોટા નામો છે. રહાણેને કોલકત્તા નાઈટ રાઈડર્સે પાછલા વર્ષે 1 કરોડમાં ખરીદયો હતો. આ વખતે તેની બેઝપ્રાઈસ 50 લાખ છે. 2022માં અનસોલ્ડ રહી ચૂકેલા ઈશાંતે પોતાની બેઝપ્રાઈસ 75 લાખ રાખી છે.
► 2 કરોડની બેઝપ્રાઈસવાળા ખેલાડી
નાથન કુલ્ટર-નાઈલ, કેમરુન ગ્રીન, ટ્રેવિસ હેડ, ક્રિસ લીન, ટૉમ બેન્ટન, સૈમ કુરેન, ક્રિસ જોર્ડન, ટાઈમલ મિલ્સ, જેમી ઓવરટન, ક્રેગ ઓવરટન, આદિલ રશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, એડમ મિલ્ને, જિમી નિશમ, કેન વિલિયમસન, રિલે રોસોવ, રાસી વૈન ડેર ડૂસન, એન્જેલો મેથ્યુઝ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર
► 1.5 કરોડની બેઝપ્રાઈસવાળા ખેલાડી
સીન એબોટ, રિલે મેરેડિથ, ઝે રિચર્ડસન, એડમ ઝેમ્પા, શાકિબ-અલ-હસન, હૈરી બ્રૂક, વિલ જેક્સ, ડેવિડ મલાન, જૈસન રોય, શેરફેન રધરફોર્ડ
► 1 કરોડની બેઝપ્રાઈસવાળા ખેલાડી
મયંક અગ્રવાલ, કેદાર જાધવ, મનિષ પાંડે, મોહમ્મદ નબી, મુઝીબ-ઉર-રહમાન, મોઈસેન હેનરિક્સ, એન્ડ્રુ ટાય, જો રુટ, લ્યુક વૂડ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચૈપમેન, માર્ટિન ગપટીલ, કાઈલ જૈમીસન, મેટ હેનરી, ટૉમ લેથમ, ડેરિલ મીચેલ, હેનરિક ક્લાસેન, તબરેજ શમ્સી, કુશલ પરેરા, રોસ્ટન ચેઝ, રાખીમ કૉર્નવાલ, શાઈ હોપ, અકીલ હુસૈન, ડેવિડ વિસે.