મુંબઈ: તાજેતરમાં મલાઈકા અરેરા ત્યારથી ચર્ચામાં આવી ગઈ હતી જયારે એક પોર્ટલ મલાઈકા પ્રેગનન્ટ હોવાની ખબર ફેલાવી હતી. જોકે આ ખબર મામલે મલાઈકાની કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ મલાઈકાના પરિવારે અને તેના બોયફ્રેન્ડ અર્જુન કપુરે આ ખબરનું ખંડન કરી કહ્યું હતું કે આ અફવા છે, પત્રકારો આવી હલકી વાતો લખી રહ્યા છે, તેમને અમારી અંગત જિંદગી સાથે રમત કરવાનો કોઈ હકક નથી.
મલાયકાના પરિવારજનોએ જણાવ્યું હતું કે મલાઈકા પ્રેગનન્ટ હોવાની ખબર ખોટી છે અને અફવા છે. મલાઈકાના એકટર અર્જુન કપુર સાથે રિલેશનશિપની લાંબા સમયથી ચર્ચા છે. મલાઈકાની પ્રેગનન્સીની ખબરની સાથે સાથે અર્જુન કપુરનું પણ નામ ચર્ચામાં આવ્યું હતું.
અર્જુન કપુરે પણ આ ખબરોને લઈને પોતાનું મૌન તોડીને ઈન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે, પત્રકારોએ સેલિબ્રિટીના અંગત જીવનનું સન્માન કરવું જોઈએ. આવી ખબરો સમજયા વિના છાપી નાખવામાં આવે છે અને લોકો તેને સાચી માની લે છે પણ આવી ખબર છાપતા પહેલા એ નથી વિચારવામાં આવતું કે સેલેબ અને તેમના પરિવાર પર શું અસર પડશે આ હલકી બાબત છે, જ કરવામાં આવી છે.