‘દ્દશ્યમ-2’ અને ‘ભેડિયા’ ફિલ્મની સફળતાથી સિનેમા હોલ પર લાંબા ગાળે રોનક આવી

02 December 2022 03:51 PM
Entertainment India
  • ‘દ્દશ્યમ-2’ અને ‘ભેડિયા’ ફિલ્મની સફળતાથી સિનેમા હોલ પર લાંબા ગાળે રોનક આવી

આગામી ફિલ્મો-હોલિવુડની ‘અવતાર-2’, બોલિવુડની ‘સર્કસ’ અને ‘પઠાન’થી જાગી કમાણીની આશા

મુંબઈ: લગભગ છેલ્લા 6 મહિનાથી બોલિવુડની ફિલ્મો બોકસ ઓફિસ પર ધડાધડ ફલોપ થઈ રહી છે. ત્યારે લાંબા સમય ગાળા બાદ ‘દ્દશ્યમ-2‘ અને ‘ભેડિયા’ ફિલ્મની સફળતાથી સિનેમા હોલમાં નવી રોનક આવી છે જેને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે.

‘દ્દશ્યમ-2’એલ જયાં વીક એન્ડમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે ત્યારે ‘ભેડિયા’ ફિલ્મે બીજા વીક એન્ડમાં 68 કરોડ રૂપિયાનું કલેકશન કયુર્ં છે. હવે એવી આશા રખાઈ રહી છે કે બોકસ ઓફિસના ખરાબ દિવસો પૂરા થયા છે. આવનારા દિવસોમાં હોલીવુડની ‘અવતાર-2’ તેમજ બોલિવુડની ‘સર્કસ’ અને ‘પઠાન’ જેવી ફિલ્મોથી બોકસ ઓફિસ પૈસાથી છલકાઈ જવાની આશા રખાઈ રહી છે.

પ્રોડયુસર અને ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ ગિરિશ જોહર જણાવે છે કે છેલ્લા વીક એન્ડમાં ‘દ્દશ્યમ-2’ અને ‘ભેડિયા’ ફિલ્મના 60 કરોડ રૂપિયાથી વધુ કલેકશન સારા સંકેત છે.

વેબ સિનેમાના વાઈસ પ્રેસિડેન્ટ યોગેશ રાયજાદાએ જણાવ્યું હતું કે દર્શક હવે ઘણો સમજદાર થઈ ગયો છે. જો ક્ધટેન્ટ સારું હશે તો દર્શક સિનેમા હોલમાં આવશે. હાલ દર્શકોને ફિલ્મોનું ક્ધટેન્ટ પસંદ આવી રહ્યું છે. પણ જોવાનું એ રહેશે કે આ દોર કયાં સુધી ચાલુ રહેશે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે ‘દ્દશ્યમ-2’ અને ‘ભેડિયા’નું કલેકશન કોઈ હોલી ડે વિનાનું છે. આશા છે કે આવનારા દિવસોમાં ‘અવતાર-2’, ‘સર્કસ’, ‘પઠાન’ ફિલ્મથી બિઝનેસ વધુ વધશે.


Related News

Advertisement
Advertisement
Advertisement