◙ રશિયાના પાટનગર મોસ્કો અને સેન્ટપીટસબર્ગ શહેરમાં પણ ભાવવધારાનો ફુંફાડો
વિશ્વમાં મોંઘા શહેરોની એક યાદીમાં અમેરિકાના ન્યુયોર્ક અને સિંગાપોર પ્રથમ બે ક્રમે આવ્યા છે. 175 શહેરોની યાદી ધ ઈકોનોમીક ઈન્ટેલીજન્સ યુનીટ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમાં 10 પ્રકારના માપદંડ હતા અને તેમાં ભારતના ત્રણ શહેરો જેમાં ગુજરાતનું અમદાવાદ, તામિલનાડુનું પાટનગર ચેન્નઈ, કર્ણાટકનું બેંગ્લોર સૌથી સસ્તા શહેર તરીકે જાહેર થયા છે. પ્રથમ 10માં ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. રશિયા અને અમેરિકામાં મોંઘવારી સૌથી વધુ છે.
આ રિપોર્ટમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ મોંઘા શહેરોમાં છ અમેરિકાના અને રશિયાના બે શહેરોનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં પશ્ર્ચિમ યુરોપના દેશોમાં ગેસ અને વીજળીના ભાવમાં 29 ટકાનો વધારો થયો છે.
વાસ્તવમાં યુક્રેન યુદ્ધ શરુ થયા બાદ યુરોપના અનેક દેશોને આયાત પર પ્રતિબંધ લાદી દેતા ગેસ અને વીજળી મોંઘી બની છે. દુનિયામાં કોસ્ટ ઓફ લીવીંગ એટલે કે જીવન માટેની આવશ્યક ચીજોનો યુરોપમાં સૌથી વધ્યો છે જે 8.1 ટકા થયો છે.
રશિયાની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી છે અને આ દેશનાં બે મોટા શહેરો મોસ્કો અને સેન્ટપીટસબર્ગ એક વર્ષમાં સૌથી વધુ મોંઘવારીનો સામનો કરી રહી છે અને આ બંને શહેરો અત્યાર સુધી સસ્તા ગણાતા હતા તે હવે ટોપ ટેન મોંઘા શહેરોમાં આવી ગયા છે. ભારતમાં અમદાવાદ સહિતના શહેરોમાં મોંઘવારી ઓછુ હોવાનું કારણ સ્થાનિક સ્તરે ઉત્પાદનો પર વધુ ભરોસો છે.