યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવેલ છે. સંસ્થામાં બાળકો માટે દર શનિવારે દાતા ઓના સહયોગથી 100 થી વધુ બાળકોને નાસ્તો આપવામાં આવે છે.દર શનિવારે 100 થી વધુ બાળકો આ નાસ્તાનો લાભ લે છે જેમાં પૌવા-બટેટા, વેફર્સ, બિસ્કીટ, ભુંગળા-બટેટા, વેજીટેબલ ખિચડી તથા દરેક પ્રકારની ફ્રાઈમ્સ તથા બાળકોને મનગમતી આઈટમ પાપડ વિગેરે આપવામાં આવે છે.