રાજકોટ,તા.2 : કેશોદ સોશ્યલ ગ્રુપ દ્વારા રાજકોટમાં રહેતા કેશોદ અને કેશોદ તાલુકાના પરિવારોનું સ્નેહ મિલનનું આગામી તા. 18 ડિસેમ્બર રવિવારે સાંજના 6-00 કલાકે રાજકોટ મુકામે મોટી ટાંકી પાસે, મોદી હોસ્પિટલ પાછળ, કોટક સ્કૂલ, ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે મેડિકલ કેમ્પ, રકતદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમૂહભોજનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ પ્રસંગે સામાજિક ઉત્કર્ષના પ્રકલ્પો પર પણ વિચારણા કરવામાં આવશે.