રાજકોટ,તા.2
દર વર્ષે 1 ડિસેમ્બર નો દિવસ સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈનના માર્ગદર્શન મુજબ ડીવીઝનલ રેલવે હોસ્પિટલ રાજકોટ દ્વારા લોકોને એઈડસ રોગ અંગે જાગૃત કરવા માટે તાજેતરમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.
વિશ્વ એઇડ્સ દિવસની દર વર્ષે એક નવી થીમ હોય છે અને આ વર્ષની થીમ છે: "તમારી જાતની કસોટી કરવી, એચઆઇવીને સમાપ્ત કરવા માટે સમાનતા પ્રાપ્ત કરવી” સેમિનાર દરમિયાન રાજકોટ ડિવિઝનલ હોસ્પિટલના નવનિયુક્ત મુખ્ય તબીબી અધિક્ષક ડો.રાજ કુમાર અને હોસ્પિટલના અન્ય તબીબો અને નર્સોએ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને એઇડ્સ રોગને લગતી ઉપયોગી માહિતી આપી હતી.
મુખ્ય તબીબી અધિક્ષક, ડો. રાજ કુમારે તેમના સંબોધનમાં એઇડ્સને એક ભયંકર રોગ તરીકે શા માટે જોવામાં આવે છે, શા માટે તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે અને આ રોગથી બચવાના ઉપાયો શું છે તે સમજાવ્યું હતું.
આ પ્રસંગે ડો.આર.વી.શર્મા, ડો.સમુદ્ર, ડો.નીવા, ડો.અમિતવાઢેર, ડો.બંસીરેંક, મેટ્રનપદ્મજાનાલેબલ, સિસ્ટર ભૂમિતા વ્યાસ, સિસ્ટર નીતા સહિત રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલની મેડિકલ ટીમના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા.