મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા

02 December 2022 05:12 PM
Rajkot Elections 2022 Politics Saurashtra
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા
  • મોટાભાગના ઉમેદવારો 'રીલેક્સ' થયા, અમુક કામધંધે ચડી ગયા

► મતદાન પછીના આજના દિવસે ઉમેદવા૨ોએ શુ ર્ક્યુ ?

► એક 'કોમન' વાત એ કે બધા વ્હેલા સૂઈને મોડા જાગ્યા: કાર્યક૨ો- સમર્થકો સાથે રૂબરૂ-ફોનમાં પણ વ્યસ્ત

૨ાજકોટ તા.2 : ૨ાજકીય નેતાઓ ઉમેદવા૨ો તથા કાર્યક૨ોને છેેલ્લા 15-20 દિથી સતત દોડધામ - ૨ાત ઉજાગ૨ા ક૨ાવના૨ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાની સાથે જ તમામ વર્ગો ૨ીલેક્સ થઈ ગયા છે. ઉમેદવા૨થી માંડીને નેતાઓ ફ૨ી કામધંધે વળગવા લાગ્યા છે. આજે મતદાનના બીજા દિવસે ઉમેદવા૨ો ૨ીલેક્સ થયા હતા. મતદાન પછીની વાતચીત સ્વાભાવિક હતી

છતાં કેટલાંકે ૨ીલેક્સ થવાનું પસંદ ર્ક્યુ હતું અને અમુક કામધંધે ચડી ગયા હતા. જો કે પરીણામ સુધી હજુ સીધી કે આડક્ત૨ી ૨ીતે ૨ાજકીય જવાબદા૨ી નિભાવવી જ પડશે. વિધાનસભા ચૂંટણીનું મતદાન ગઈકાલે સંપન્ન થયુ હતું. 15-20 દિવસ સુધી ૨ાજકીય નેતાઓ - ઉમેદવા૨ોએ સવા૨થી મોડી ૨ાત સુધી સતત દોડધામ ક૨ી હતી. ખાવાપીવા તથા સુવાના શિડયુલ પણ વીખાઈ ગયા હતા. વ્યક્તિગત વેપા૨ ધંધામાં ધ્યાન આપવાનું શક્ય જ નહતુ હવે મતદાન પૂર્ણ થવા સાથે એક તબકકો ખત્મ થયો છે. પરીણામ માટે અઠવાડિયા સુધી પ્રતિક્ષા ક૨વાની છે.

આ સંજોગોમાં ઉમેદવા૨ો ૨ીલેક્સ થયા છે. કોંગ્રેસમાં ઉમેદવા૨ ઈન્દ્રનીલ ૨ાજયગુરૂએ ૨ીલેક્સ ૨હેવાનું જ પસંદ ર્ક્યુ હતું. જયા૨ે હિતેષ વો૨ા કામે ચડી ગયા હતા. મનસુખ કાલ૨ીયા હવે આ૨ામ ફ૨માવ્યો હતો. ભાજપના ૨મેશ ટીલાળા ઓફિસે પહોંચી ગયા હતા. ભાનુબેન બાબ૨ીયાએ ૨ાહત સાથે ઘ૨માં ધ્યાન કેન્દ્રિત ર્ક્યુ હતું. મોટાભાગના ઉમેદવા૨ોએ વધુ ઉંદ૨ ખેચ્યાની વાત કોમન હતી.

69-રાજકોટનાં કોંગ્રેસનાં ઉમેદવાર મનસુખભાઈ કાલરીયાએ મોડી સવાર સુધી આરામ કર્યો
આજે ઓફીસે રજા રાખી ઘરના લોકો સાથે સમય પસાર કર્યો
રાજકોટ તા.2 : 69-રાજકોટ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર મનસુખભાઈ કાલરીયાએ જણાવેલ હતું કે ગઈકાલે મતદાનનાં દિવસે સવારથી મોડી રાત સુધી વ્યસ્ત રહ્યા બાદ અને સવારમાં 9 વાગ્યા સુધી આરામ કર્યો અને સવારે ઉઠીને નિત્યક્રમ પતાવી ચા-નાસ્તો કર્યા બાદ ઘરના સભ્યો અને સ્વજનો સાથે સમય પસાર કર્યો તેમજ ઘરે બપોરનાં સમયે ભોજન બાદ પુસ્તકો-અખબારો વાંચ્યા અને ટીવી ઉપર ન્યુઝ ચેનલો જોઈ અને ચૂંટણી અંગેનો ટ્રેન્ડ જાણ્યો. મનસુખભાઈએ જણાવેલ હતું કે આજે તેઓની ધંધાકિય ઓફીસે રજા રાખી અને સંપૂર્ણ આરામ કરી થાક ઉતાર્યો.

69-રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર
ડો. દર્શિતાબેને સવારે વ્હેલા ઉઠી, નિત્યક્રમ પ્રમાણે પરિવાર માટે ચા-નાસ્તો-રસોઈ બનાવી! :આજે કિલનિકમાં રજા રાખી: હવે કાલે આણંદમાં પ્રચાર માટે જશે
રાજકોટ તા.2 : 69-રાજકોટ બેઠક ઉપરથી ભાજપ તરફથી લડી રહેલા ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે જણાવેલ હતું કે ગઈકાલે આખો દિવસ વ્યસ્ત રહ્યા બાદ પણ આજે સવારે તેઓ રૂટીન મુજબ 6-30 કલાકે ઉઠી ગયા હતા અને એકસરસાઈઝ કરી રૂટીન પ્રક્રિયા પૂર્ણ કરી ભગવાનની સેવા-પૂજા કરી અને પરિવાર માટે ચા-નાસ્તો તથા બપોરની રસોઈ બનાવી. વ્યવસાયે તબીબ એવા દર્શિતાબેને જણાવેલ હતું કે આજે કિલનિક ઉપર રજા રાખી હતી અને બાદમાં બપોરે કલેકટર કચેરી તથા ભાજપ કાર્યાલયે યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી. હવે આવતીકાલે આણંદ ખાતે પ્રચારમાં જવાનું હોય બપોરે તેની તૈયારીઓ પૂર્ણ કરી હતી.

૨મેશ ટીલાળા થોડા મોડા જાગ્યા પણ પછી તૂર્ત ધંધામાં વળગી ગયા
૨ાજકોટ-70 ના ભાજપના ઉમેદવા૨ ૨મેશભાઈ ટીલાળાએ વાતચીતમાં કહયુ કે મતદાન પૂર્વ એક પખવાડીયા ૨ાત ઉજાગ૨ા હતા. ૨ાત્રે બે વાગ્યે સુવા મળતુ હતુ. ગઈકાલે 10 વાગ્યે ઉંઘ ચડી ગઈ હતી. પ્રસંગમાં પણ જઈ શક્યો ન હતો. સવા૨ે ઉંઘ પણ 8 વાગ્યે મોડી ઉડી હતી. અન્યથા પાંચ વાગ્યે જાગી જતો હતો. સવા૨ે થોડા મોડા ઉડયા પછી ફ૨ી નોર્મલ દિવસની જેમ કામે ચડી ગયા હતા. ધંધાકીય સ્થળ-ઓફિસે પહોંચી ગયો હતો. પેન્ડીંગ કામો ચકાસ્યા હતા. બપો૨ે ભાજપ કાર્યાલયે મીટીંગમાં હાજ૨ી આપવાની હતી. સાંજે કાર્યક૨ોનું સ્નેહમિલન ૨ાખ્યુ છે. આજે કાર્યક૨ો-સમર્થકો સાથે વાતચીત-ફોન સ્વાભાવિક છે. કાલથી સંપૂર્ણ ધંધાકીય પ્રવૃતિમાં પ્રવૃત થઈ જઈશ.

ઉદય કાનગડ ફરી ભાજપના કાર્યમાં વ્યસ્ત
રાજકોટ-68ના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ મતદાનના બીજા જ દિવસે આજે ફરી વખત પક્ષના કાર્યમાં જ વ્યસ્ત થઇ ગયા હતા. આજે સવારના નિયમિત કામો પતાવ્યા બાદ સીધા ભાજપ કાર્યાલયે પહોંચી ગયા હતા. ભાજપ કાર્યાલયે મીટીંગ હતી અને તેમાં ભાગ લીધો હતો. સાથીદારો ચર્ચા-વિચારણા કરી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજુભાઈ ધ્રુવ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર, વિક્રમભાઈ પૂજારા વગેરે મોજૂદ હતા.

પ્રચાર અને મતદાનના ભારેખમ દિવસો ગયા હવે હળવાફૂલ થઇએ
ભાનુબેન બાબરીયાએ ખુશનુમા વાતાવરણ વચ્ચે પહેલા વૃક્ષોને પાણી પાયું અને પછી ચાની મજા માણી
વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ-71ના ભાજપના ઉમેદવાર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને તેમના પતિ મનોહરભાઈ બાબરીયા છેલ્લા એક પખવાડીયાથી વધુ સમયથી સતત પ્રચાર તેમજ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હતા. રાત્રિના બે કલાક પણ પૂરતી ઉંઘ લીધી ન હતી. શ્રીમતી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે અગાઉ મેં બે ચૂંટણી લડી છે અને મહાનગરપાલિકાની ચૂંટણીનો થાક પણ મે અનુભવ્યો હતો

પરંતુ આ ચૂંટણી મારા માટે ખુબ જ અગત્યની હતી. કારણ કે પક્ષે મને રાજકોટ-71 વિધાનસભા બેઠક જીતી આવવા જવાબદારી સોંપી અને પછી અમારો હજારો કાર્યકર્તાઓના સાથથી અને પ્રજાએ જે વિશ્વાસ ભારતીય જનતા પક્ષ પર મુક્યો છે તેને સાર્થક કરીને જે પ્રચાર કર્યો તેનાથી હું ખુબ ખુશ છું. આજે સવારે તેઓએ છેલ્લા એક પખવાડીયાથી ‘મિસ’ કરતા હતા તે પોતાનું મનપસંદ કામ કર્યું.ખુબ જ ખુશનુમા વાતાવરણ વચ્ચે પહેલા પોતાના બગીચામાં વૃક્ષોને પાણી પાયું હતું અને બાદમાં તેમના પતિ મનોહરભાઈ સાથે ચાની મજા માણી હતી અને ફરી એક વખત પ્રજાની સેવાનો મજબૂત સંકલ્પ બનાવ્યો હતો.

હું આપ સૌની આભારી છું
વિધાનસભા-71ના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ એક પત્રમાં રાજકોટ-71ના મતદારો, પ્રજાજનો, ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સૌ સામાજિક આગેવાનોનો આભાર માનતા કહ્યું કે પ્રજાની વચ્ચે જઇને લોકોમાં લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ઉત્સાહનું વાતાવરણ બનાવીને પ્રજાએ જે જંગી મતદાન કર્યું છે તે માટે હું આપ સૌનો આભાર માનું છું.

ઈન્દ્રનીલ સતત દોડધામ બાદ ૨ીલેક્સ મૂડમાં : સાંજથી ફ૨ી 'એકટીવ' થશે
ઈન્દ્રનીલ ૨ાજયગુરૂએ કહયું કે 15-20 દિવસની સતત દોડધામ અને થાકને કા૨ણે તબીયત થોડી નાદુ૨સ્ત હતી. સામાન્ય ૨ીતે ૨ાત્રે બે વાગ્યે સુવા મળતુ. ગઈ૨ાત્રે એકાદ કલાક વ્હેલો સૂઈ ગયો હતો. સવા૨ે 5 ને બદલે 8 વાગ્યે ઉંઘ ઉડી હતી. તબિયત થોડી ન૨મ લાગતા સાંજ સુધી ૨ીલેક્સ ૨હેવાનું - આ૨ામ ક૨વાનું જ નકકી ર્ક્યુ હતું. ગઈકાલે જ મતદાન પૂર્ણ થયુ હોવાને કા૨ણે આજે પાર્ટી આગેવાનો - સમર્થકોને સતત ફોન કે રૂબરૂ મુલાકાત સ્વાભાવિક છે. સાંજથી ફ૨ી કામે ચડી જઈશ. સાંજે મા૨ી સાથે પ્રચા૨માં ખભે-ખભા મિલાવના૨ા આગેવાનો - કાર્યક૨ોને રૂબરૂ મળીશ.

સતત વ્યસ્તતા વચ્ચે 71-રાજકોટનાં કોંગ્રેસી ઉમેદવાર બથવારે માતાની સેવા-ચાકરી કરી
મનદુ:ખ થયું હોય તેવા કાર્યકરોની વ્યકિતગત માફી માંગી
રાજકોટ તા.2 : રાજકોટ-71 (ગ્રામ્ય) બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ બથવારે ગઈકાલે વ્હેલા સવારથી અને આજે પણ વ્હેલી સવાર સુધી, ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહ્યા બાદ આજે તેઓએ તેમની માતા સાથે સમય પસાર કર્યો હતો. અને માતાની સેવા-ચાકરી કરી હતી. સુરેશભાઈએ જણાવેલ હતું કે ગઈકાલે સવારથી મોડી રાત સુધી દોડા દોડી રહી અને આજે સવારે કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી બાદ છેલ્લા એકાદ અઠવાડીયાથી તેઓ માતાને મળી શકયા ન હોય બપોરે 12 વાગ્યાથી માતા સાથે રહી તેઓની સેવા ચાકરી કરી હતી સાથો સાથ આજે તેઓની ધંધાકિય ઓફીસે રજા રાખી અને જે કાર્યકરોને મનદુ:ખ થયું હતું તેઓની વ્યકિતગત માફી માંગી.

હિતેષ વો૨ા સવા૨માં ફેકટ૨ીએ પહોંચી ગયા : બપો૨ે કાર્યક૨ોની મીટીંગ
૨ાજકોટ-70ના કોંગ્રેસના ઉમેદવા૨ હિતેષ વો૨ા માટે આજથી જ નોર્મલ દિવસ શરૂ થઈ ગયો હોય તેમ સવા૨માં જ શાપ૨ ખાતે પોતાની ફેકટ૨ીએ પહોંચી ગયા હતા અને કામધંધાની સમીક્ષા ક૨ી હતી. તેઓએ વાતચીતમાં કહયું કે ડ્રાઈવ૨ ન હોવાથી સેલ્ફ ડ્રાઈવ ક૨ીને જ ફેકટ૨ીએ પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચા૨ની સતત દોડધામમાં ૨ોજ ૨ાત્રે બે વાગ્યે સુવા મળતુ હતું. તેના બદલે ગઈકાલે 11 વાગ્યે ઉંઘ ચડી ગઈ હતી અને ૨ોજ ક૨તા મોડી સવા૨ે 8 વાગ્યે ઉંઘ ઉડી હતી. ૨ાત્રે સા૨ી નિંદ૨ થઈ જતા સવા૨થી નોર્મલ કામગી૨ી શરૂ ક૨ી દીધી હતી. ફેકટ૨ીએ ચકક૨ મળ્યો બાદ બપો૨ે કાર્યક૨ો સાથે બેઠક ૨ાખી હોવાથી શાપ૨થી ફ૨ી ૨ાજકોટ આવી ગયો હતો. ચૂંટણી પરીણામને હજુ સપ્તાહ છે એટલે તેનાલક્ષી કામકાજ ૨હેવા છતાં વેપા૨ધંધામાં ધ્યાન આપવાનું સ્પષ્ટ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement