ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ભાજપના પુર્વ સાંસદ પરેશ રાવલ એક નિવેદન આપીને ફસાઈ ગયા છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સસ્તા સીલીન્ડરની માંગ પર કોંગ્રેસે રૂા.500માં રાંધણગેસ સીલીન્ડર આપવાની જાહેરાત કરી છે.
તેનો જવાબ આપતા ભાજપના પુર્વ સાંસદ પરેશ રાવલે સસ્તા સીલીન્ડર અંગે કોમેન્ટ કરતા કહ્યું કે શું સસ્તો સીલીન્ડર મેળવીને બંગાળીઓ માટે માછલી રાંધશો તેવો વલસાડમાં ચૂંટણીપ્રચારમાં આવ્યા હતા અને આ નિવેદન આપીને ફસાઈ ગયા અને તુર્તજ માફી પણ માંગી લીધી.