પ્રથમ તબકકાના મતદાનમાં જે રીતે ઓછુ મતદાન થયું તે ભાજપ માટે ચિંતા તો છે અને 2017ની ચૂંટણીમાં પાટીદારોએ ભાજપને આંચકો આપ્યો હતો તો આ વખતે સુરતની પાટીદાર બેઠકો પર ઓછુ મતદાન થતા આ પાટીદારો કયા ગુમ થઈ ગયા તે પ્રશ્ન ભાજપમાં પુછાઈ રહ્યો છે.
હવે તેવી 27 બેઠકો છે કે જયાં સરેરાશ 6થી3 ટકા સુધીનું ઓછું મતદાન થયું છે. હાર્દિક પટેલની બેઠક વિરમગામમાં હવે હાર્દિક પટેલે મતદાનની વધુ ચિંતા શરુ કરી દીધી છે તો અન્ય બેઠકોમાં પણ ભાજપે તેના તમામ કાર્યકર્તાઓના વધુને વધુ મતદાન માટે કામ કરવા જણાવ્યું છે.