કોંગ્રેસ પ્રમુખ તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિયુક્તિ બાદ તેઓએ રાજયસભાના વિપક્ષના નેતા તરીકે રાજીનામુ આપ્યુ હતું પરંતુ હવે તેમને ફરી આ પદ પર રાખવાની મજબૂરી કોંગ્રેસની છે. કોંગ્રેસ હિન્દી બેલ્ટમાં સમેટાતી જાય છે અને તેની પાસે હિન્દીમાં બોલી શકે તેવા સારા વકતા નથી.
મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના હોવા છતાં પણ સારુ હિન્દી બોલી શકે છે તેથી તેને આ પદ પર યથાવત રખાય તેવા સંકેત છે.