દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પ્રચારના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં યોગ કલાસીસ બંધ નહી થાય તેવો હુંકાર કરતા કહ્યું કે ભલે કેન્દ્ર સરકાર આ માટે પૈસા આપતી નથી અને અગાઉના બીલ પણ રોકયા છે.
પરંતુ જયાં સુધી તમારો આ ભાઈ જીવતો છે ત્યાં સુધી યોગ કલાસ ચાલતા રહેશે. કેજરીવાલે અગાઉ ટવીટ કરીને પણ આ ખાતરી આપી હતી. દિલ્હીમાં મફત યોગ કલાસ માટેના શિક્ષકોને પગાર આપવા કે મહેનતાણુ આપવા ઉપરાજયપાલે ઈન્કાર કરી દીધો છે.