પરાબઝારમાં હોઝયરીના શોરૂમમાં લિફ્ટમાં માથું ફસાઈ જતાં યુવકને ઇજા

02 December 2022 05:28 PM
Rajkot Crime
  • પરાબઝારમાં હોઝયરીના શોરૂમમાં લિફ્ટમાં માથું ફસાઈ જતાં યુવકને ઇજા

ટંકારાનો સતીષ રાઠોડે લિફ્ટ બંધ થતી હતી ને માથું બહાર કાઢતા ફસાઇ ગયું: સારવારમાં રાજકોટ ખસેડાયો

રાજકોટ. તા.2 : પરાબઝારમાં આવેલ સંતકૃપા હોઝયરી નામના શોરૂમની લિફ્ટમાં માથું ફસાઈ જતાં યુવકને ગંભીર હાલતમાં સારવારમાં રાજકોટ ખસેડાયો હતો. બનાવ અંગેની વિગત અનુસાર, ટંકારના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં સતિષભાઈ ચતુરભાઈ રાઠોડ (ઉ.વ.21) આજે વહેલી સવારે રાજકોટના જ્યૂબેલી ચોકી પાસે પરા બઝારમાં આવેલ સંતકૃપા હોઝયરીના શો રૂમમાં ખરીદી માટે ગયેલ હતો.

ત્યારે શો રૂમના બીજા મળે જવા માટે લિફ્ટમાં જતાં હતાં ત્યારે લિફ્ટના દરવાજો બંધ થતો હતો ત્યારે પોતાનું માથું બહાર કાઢતા બે દરવાજા વચ્ચે ફસાઈ ગયું હતું. ત્યારે શો રૂમનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક યુવકનું માથું લિફ્ટમાંથી બહાર કાઢી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement