રેલવે જંકશન પાસે અનાજના ગોડાઉનમાં ગાળો બોલવા મામલે શ્રમિકો બાખડયા

02 December 2022 05:30 PM
Rajkot Crime
  • રેલવે જંકશન પાસે અનાજના ગોડાઉનમાં ગાળો બોલવા મામલે શ્રમિકો બાખડયા

પરપ્રાંતીય કાકા-ભત્રીજાઓ વચ્ચે ધોકા અને પાઇપથી મારામારી થતાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

રાજકોટ. તા. 2 : રેલવેજંકસન પાસે આવેલ અનાજના ગોડાઉનમાં કામ કરતી વેળાએ ગાળો બોલવા મામલે પરપ્રાંતીય કાકા- ભત્રીજાઓ વચ્ચે ધોકા અને પાઈપથી મારમારી થતાં ત્રણેયને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગેની વિગત અનુસાર, રેલવેજંકસન પાસે આવેલ અનાજના ગોડાઉનમાં રહેતાં મૂળ મધ્યપ્રદેશના સુરજ સુનીલાલ (ઉ.વ.17) અને તેનો ભાઈ મુકેશ (ઉ.વ.21) ગતરોજ સાંજે ગોડાઉનમાં કામ કરી રહ્યા ત્યારે તેની સાથે કામ કરતાં તેના કાકા રવિ અમરસિંહ શેખવાર (ઉ.વ.24) ગાળો બોલતો હોય જેથી મુકેશે તેને ગાળો બોલવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા રવીએ બન્ને ભાઈઓ પર પાઈપથી હુમલો કર્યો હતો જ્યારે સામાપક્ષે મુકેશે બચાવમાં રવિ પર કાચનો દરવાજો ભટકાળતા ત્રણેય ઇજાગ્રસ્ત થયાં હતાં. જેમને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement