ઇન્દીરાનગરના દેવપરા માર્કેટ પાસે રહેતાં વિજયાબેન વિજયભાઈ ચંદાવત (ઉ.વ.40) ગત સાંજે ઘરે હતાં ત્યારે કોઈ કારણોસર ઊંઘની દવાનો ઓવરડોઝ પી લેતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
રામાપીર ચોકડી પાસે રાહુલે ઝેર ગટગટાવ્યું: સારવારમાં
રૈયાધારના મફતીયાપરામાં રહેતાં રાહુલ પમુભાઈ અઘારીયા (ઉ.વ.25) ગતરોજ સાંજના રામપીર ચોકડી પાસે આવેલ ફાયરબ્રિગેડ પાસે હતો ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
રેલનગરમાં પેટ્રોલપંપ પાસે પ્રકાશભાઈ પર કળિયુગી પુત્રનો પાઈપથી હુમલો
રેલનગરના પેટ્રોલપંપ પાસે રહેતાં પ્રકાશભાઈ ચંદુભાઈ ઝાપડા (ઉ.વ.42) ગતરોજ ઘર પાસે હતાં ત્યારે તેના પુત્ર મોહિતે ઝઘડો કરી પાઈપથી મારમાર્યો હતો. જેમાં પ્રકાશભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરી હતી.