સુલતાનપુરમાં એક ટ્રેન યાત્રીનું દર્દનાક મૃત્યુ થયુ તે પાછળની ગજબ કહાની બહાર આવી છે. દિલ્હીથી આવી રહેલી નિલાંચલ એકસપ્રેસમાં એક યાત્રીક પ્રવાસ કરી રહ્યો હતો તે કોર્નર સીટ પર બેઠો હતો તે સમયે લોખંડનો એક મોટો સળીયો કે સ્ટેશન પર લટકતો હતો.
તે આ યાત્રીકના ગરદનમાં ઘુસી ગયો. રેલ્વે સ્ટેશનમાં નિર્માણ કામ ચાલુ હતું. આ દરમ્યાન લોખંડનો સળીયો ટ્રેનના કોચના કાચ તોડીને સીટ પર બેઠેલા યાત્રીના ગળામાં ઘુસી જતા તેનું મોત થયું હતું.