મની લોન્ડ્રીંગમાં અનેક ફાઈનાન્સીયલ કંપનીઓ પર દરોડા

02 December 2022 05:38 PM
India
  • મની લોન્ડ્રીંગમાં અનેક ફાઈનાન્સીયલ કંપનીઓ પર દરોડા

ચેન્નઈ, મુંબઈ, દિલ્હીમાં 16થી વધુ ઠેકાણા પર ઈડીની ટીમ ત્રાટકી: ગ્રે માર્કેટમાં બેનામી શેરોની હેરાફેરી

નવી દિલ્હી તા.2
મની લોન્ડ્રીંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટરે ચેન્નઈ, મુંબઈ અને દિલ્હીમાં કંપનીઓ પર દરોડા પાડયા હતા અને તે દરમ્યાન કંપનીઓના પ્રમોટર તથા તેના ઉચ્ચ અધિકારીઓના આવાસ પર તપાસ ચાલી રહી છે. કુલ 16 સ્થાનો પર એડીની ટીમની કાર્યવાહી ચાલુ છે.

જેમાં પ્રો. ફીન કેપીટલ સર્વિસીઝ લી., કવાટમ ગ્લોબલ સીકયુરીટી લી. યુનિટી ગ્લોબલ ફાઈનાન્સીયલ સર્વિસીસ પ્રા.લી. અને ડેઝટ રીવર કેપીટલ પ્રા.લી. તથા તેના પ્રમોટરોની સામે તપાસ ચાલુ છે.

સેબીએ રૂા.1 કરોડ કેસ તેમજ મૂલ્યવાન જવેલરી તેમજ 30 કરોડ રૂપિયાની સંપતિ પણ જપ્ત કરી છે. એડીના જણાવ્યા મુજબ શેરબ્રોકર્સ અને કંપનીઓએ રૂા.160 કરોડના શેર ગ્રે માર્કેટમાં હેરફેર કર્યા છે અને તેમાં જંગી કાળા નાણાનો ઉપયોગ થયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement