ભોપાલ તા.2
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પુર્વે ભારતીય જનતા પક્ષે રાજયમાં સમાંતર નાગરીક આચાર સંહિતા એટલે કે કોમન સીવીલ કોર્ટ લાગુ કરવા માટે કમીટી બનાવવાની જાહેરાત કરી હતી અને હવે મધ્યપ્રદેશમાં પણ ભાજપે કોમન સીવીલ માટે એક સમીતી બનાવવાની જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી આવી રહી છે. અગાઉ ભાજપે ઉતરાખંડમાં પણ ચૂંટણી પુર્વે આ પ્રકારની જાહેરાત કરી હતી. છેલ્લા બે સપ્તાહમાં આસામ અને કર્ણાટકની સરકારે પણ આ સંકેત આપી દીધો હતો.
દેશના બંધારણની કલમ 44 ની જોગવાઈ મુજબ દેશના દરેક નાગરિકોને સમાન કાનૂન લાગુ થાય છે અને તેમાં લગ્ન, છુટાછેડા, ભરણપોષણ, બાળકોને દતક લેવા સહિતના એકસમાન નિયમો લાગુ થશે અને તમામ મુખ્ય ધર્મના પર્સનલ લો બીનઅસરકારક થઈ જશે. ભાજપે જનસંઘ કાળથી તેના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરીક ધારાનો ઉલ્લેખ કર્યો છે.