આહીર ચોક પાસે લાલપાર્કમાં આદિવાસી યુવકનો ઝેરી દવા પી આપઘાત

02 December 2022 05:42 PM
Rajkot Crime
  • આહીર ચોક પાસે લાલપાર્કમાં આદિવાસી યુવકનો ઝેરી દવા પી આપઘાત

પત્ની બપોરના કામેથી પરત ફરતા પતિ બેભાન હાલતમાં પડ્યો હતો: સારવારમાં પહોંચે તે પહેલાં જ લાલભાઈએ દમ તોડ્યો: દોઢ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ. તા.2 : આહીર ચોક પાસે લાલપાર્કમાં રહેતાં આદિવાસી યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની વિગત મુજબ, ઢેબર રોડ પર આવેલ આહીર ચોક પાસે લાલપાર્કમાં રહેતાં લાલભાઈ સવંશીંગભાઈ બીલવાડ (ઉ.વ.22) આજે બપોરે 12 વાગ્યે પોતાના ઘરે હતાં ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધું હતી.

જે બાદ કામે ગયેલી પત્ની ઘરે પરત ફરતાં પતિ બેડ પર બેભાન હાલતમાં પડ્યો હતો અને મોઢામાંથી ફીણ નીકળતાં હતાં. જેમને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો

અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં મૃતક મૂળ દાહોદનો રેહવાસી અને મજૂરી કામ કરતો હતો. જેમને ભરેલ અંતિમ પગલાંથી પરિવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. મૃતક છ ભાઈમાં ચોથો નંબરનો હતો અને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement