નાનામવામાં શ્યામલ સ્કાય રેસિડેન્સીમાં રાજ બેન્કના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી

02 December 2022 05:42 PM
Rajkot Crime
  • નાનામવામાં શ્યામલ સ્કાય રેસિડેન્સીમાં રાજ બેન્કના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી

લોકડાઉનમાં કારખાનામાં રૂ.40 લાખની નુકશાની ગયા બાદ બેંકમાં નોકરી કરતા હતા: આર્થિકભીંસથી કંટાળી પગલું ભર્યું

રાજકોટ,તા.2 : નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ સ્કાય રેસીડેન્સીમાં રહેતા અને રાજ બેન્કમાં નોકરી કરતા રાજ જમનાવડ ત્રાબડીયા(પટેલ)(ઉ.વ.44)એ આજે સવારે પાર્કિંગમાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ,તેમને લોટનું કારખાનું હતું લોકડાઉનમાં તેમને રૂ.40 લાખનું નુક્શાન થયું હતું લોકડાઉન બાદ બેંકમાં નોકરીએ જતો હતો. તેમણે આર્થિકભીંસથી કંટાળી પગલું ભર્યું હતું.હાલ પોલીસે તેનું નિવેદન લેવા તજવીજ આદરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement