સુપ્રીમ કોર્ટે આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણ તથા સંચાલન માટે જે ટ્રસ્ટ ભારત સરકાર દ્વારા રચવામાં આવ્યું છે તેમાં સામેલ કરવા માટે આદેશ આપવા અંગે હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણીની અરજી ફગાવી હતી અને જણાવ્યું હતું કે અયોધ્યા ટ્રસ્ટનો હિસ્સો બનવા માટે અદાલતમાં આવવાની કોઈ જરૂર નથી.