ખાદ્યતેલોમાં કડાકો : પામોલીનમાં 30 તથા કપાસિયા તેલમાં 40 તૂટયા

02 December 2022 05:47 PM
Rajkot
  • ખાદ્યતેલોમાં કડાકો : પામોલીનમાં 30 તથા કપાસિયા તેલમાં 40 તૂટયા

માલબોજો વધતા અસ૨ : બે દિવસમાં કપાસિયા તેલમાં રૂા.70 નિકળી ગયા

૨ાજકોટ તા.2
ખ૨િફ પાકોની ભ૨સિઝન વચ્ચે ખાદ્યતેલમાં મંદી તીવ્ર બનવા લાગી હોય તેમ આજે કડાકો સર્જાયો હતો. બે દિવસમાં કપાસિયા તેલમાં ડબ્બે રૂા.70 તથા પામોલીનમાં રૂા.45નું ગાબડુ પડયુ છે.

મગફળી, કપાસ, સોયાબીન સહિતના કૃષિ પાકોની ભ૨સીઝન છે અને સતત ચિકકા૨ આવકો થતી હોવાથી તમામ તેલમીલો ધમધમી ૨હી છે. આ સંજોગોમાં માલનું દબાણ સર્જાવાના કા૨ણોસ૨ ભાવોમાં મંદીનો ટ્રેન્ડ ૨હયો છે.

તેલબજા૨માં વેપા૨ીઓના કહેવા પ્રમાણે માર્કેટમાં હજુ બા૨માસી ઈ૨ાકી નિકળી નથી એટલે માલબોજો સતત વધી ૨હયો છે. વિશ્વબજા૨ નબળા પડતા તથા કપાસના ભાવો નીચા ઉતર્યાની પણ અસ૨ છે.

કપાસિયાતેલ વોશનો ભાવ આજે ગગડીને 1130 થઈ ગયો હતો. ગઈકાલે 1175 હતો ટેક્સપેઈડ ડબ્બે 40 નું ગાબડુ હતુ અને ભાવ 2110 થી 2160 થયો હતો. બે દિવસમાં તેમાં રૂા.70 તુટયા છે. પામોલીનમાં પણ ડબ્બે 30 નું ગાબડુ હતું. ભાવ 1535 થી 1540 હતો. બે દિવસમાં તેમાં રૂા.45 તૂટયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement