રાજકોટ, તા.2 : શહેરમાં વર્ષ 2013માં ફરિયાદી શિવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાએ એસીબીમાં ફરિયાદ આપેલી કે, તેને શિરોમણી શરાફી મંડળી નામની મંડળીની નોંધણી કરાવવી હોય, તત્કાલીન જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 1ના અધિકારી મનોજ સીતારામભાઈ લોખંડે અને ક્લાર્ક સિકંદર આમદભાઈ સુમરાએ રૂ.50 હજારની લાંચ માંગેલી, રકઝકના અંતે રૂ.40 હજાર નક્કી થયેલા.
એસીબીએ છટકું ગોઠવી લાંચના ગુનામાં આરોપીઓની ધરપકડ કરેલી. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજએ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો માન્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી સિકંદર વતી એડવોકેટ દિપક ત્રિવેદી, હસમુખ પરમાર, અભિષેક મહેતા અને મનોજ લોખંડે વતી કિન્નરભાઈ શાહ રોકાયેલા હતા.