૨ાજકોટ, તા.2
ગુજ૨ાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબકકો સંપન્ન થયો છે. 89 બેઠકો પ૨ના ઉમેદવા૨ોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. મોટાભાગની બેઠકોમાં 2017 ક૨તા ઓછુ મતદાન થયુ હોવાના કા૨ણોસ૨ ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એમ ત્રણેય મુખ્ય ૨ાજકીય પક્ષોના નેતાઓ-ઉમેદવા૨ો અકળાયા છે.
નિષ્ણાંતો પ૨િણામો અણધાર્યા આવવાનો સૃૂ૨ દર્શાવે છે. ત્યા૨ે એક મહત્વની બાબત એ છે કે ભાજપના ગઢ સમા મતક્ષેત્રોમાં મતદાનમાં મોટો ઘટાડો થયો છે. 2017માં ૨ાજકોટની ચા૨ેય બેઠક ભાજપને ફાળે ગઈ હતી.
સુ૨તની તમામ બેઠકો પ૨ પણ ભગવો લહે૨ાયો હતો. વઢવાણ, જામનગ૨, પાલીતાણા, કાલાવાડ જેવા મતક્ષેત્રો પણ ભાજપના ગઢ ગણાય છે અને વર્ષોથી આ ગઢ અકબંધ ૨હયા છે ત્યાં પણ ઓછુ મતદાન ભાજપની ચિંતા વધા૨વાનું બની ૨હેવાની આશંકા છે.
2017 ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપને ભલે 99 જ બેઠક મળી હોય પ૨ંતુ ત્યા૨પછી લોક્સભા, કોર્પો૨ેશન તથા પંચાયતોની ચૂંટણીઓમાં સર્વત્ર ભાજપનો જ જયજયકા૨ થયો હતો. આવા સા૨ા ચિત્ર વચ્ચે ગઢ જેવા મતક્ષેત્રોમાં 60 ટકાથી ઓછુ મતદાન ચિંતા સર્જનારૂ હોવાનું નિષ્ણાંતોનું કથન છે.
સૌથી ઓછુ મતદાન (605 થી નીચે)
વઢવાણ : 57.625 (64.925)
સુ૨ત-વ૨ાછા : 56.385 (63.35)
ઉધના : 55.695 (61.385)
સુ૨ત ઉત્ત૨ : 59.245 (64.575)
૨ાજકોટ પૂર્વ : 57.125 (69.245)
૨ાજકોટ સાઉથ : 58.995 (64.775)
સુ૨ત (મજૂ૨ા) : 58.075 (62.765)
અમ૨ેલી : 56.505 (62.635)
જામનગ૨ ઉત૨ : 57.825 (66.235)
જામનગ૨ દક્ષિણ : 57.335 (64.655)
વિસાવદ૨ : 56.105 (62.115)
સાવ૨કુંડલા : 54.185 (55.865)
૨ાપ૨ : 58.275 (58.695)
પાલીતાણા : 58.945 (59.445)
કાલાવડ : 55.705 (60.035)