તોપખાનામાં કામે જવા બાબતે પિતા-પુત્રી વચ્ચે મારમારી

02 December 2022 05:54 PM
Rajkot Crime
  • તોપખાનામાં કામે જવા બાબતે પિતા-પુત્રી વચ્ચે મારમારી

રાજકોટ.તા.2 : મોરબી હાઉસ પાસે હરિજન વાસમાં આવેલ તોપખાનામાં રહેતાં વિજયભાઈ રમેશભાઇ ઝાલા (ઉ.વ.35) આજે સવારે 7 વાગ્યે ઘરે હતાં ત્યારે તેની પત્ની કિરણબેન અને પુત્રી પ્રગતિ (ઉ.વ.15) વચ્ચે કામે જવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં વિજયભાઈને તેની પત્ની અને પુત્રીએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. જ્યારે સામાપક્ષે વિજયભાઈએ તેની પુત્રી પ્રગતિને મારમારતાં બંનેને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement