(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.2 : બાહુબલી જુથો ની આરપાર ની લડાઈ ને કારણે સમગ્ર ગુજરાત મા હાઇપ્રોફાઇલ બનેલી ગોંડલ વિધાનસભા ની ચુંટણી ભારેલા અગ્ની સમા માહોલ વચ્ચે એકંદરે શાંતિ પુર્ણ સંપન્ન થતા તંત્ર દ્વારા હાશકારો અનુભવાયો હતો. મતદાન સમયે જયરાજસિહ જુથ તથા રીબડા જુથ બે થી ત્રણ સ્થળે આમને સામને થઈ જતા ચકમક ઝરી હતી.
બીજી બાજુ બન્ને જુથ વચ્ચે માથાકુટો થયાની અફવાઓ નુ બજાર દિવસભર ગરમ રહ્યુ હોય ગોંડલ પંથક માટે ચુંટણી નો દિવસ ઉતેજનાપુર્ણ રહ્યો હતો.ટોક ઓફ ટાઉન બનેલા અનિરુધ્ધસિંહ જાડેજા ના ગામ રીબડા મા 62.31 % મતદાન નોંધાયુ છે. અહી કુલ 1247 પૈકી 777 મતદારો એ મતદાન કર્યુ હતુ. જ્યાં મતદાન બુથ નજીક બન્ને જુથ વચ્ચે શાબ્દિક બબાલ સર્જાઈ હતી તેવા દાળીયા ગામ મા 77.36 % જેવુ ભારે મતદાન થયુ છે.
ગોંડલ ના રાજકારણ નુ એપી સેન્ટર ગણાતા મોવિયા માં 63.16 % મતદાન થયુ છે.ગોંડલ બેઠક પર સરેરાશ 62.81 % મતદાન થયુ છે. ત્યારે જીત અંગે ભાજપ કોંગ્રેસ દ્વારા દાવા પ્રતિદાવા વ્યક્ત કરાયા છે.ભાજપ પ્રવક્તા પ્રફુલભાઈ ટોળીયા એ ભાજપ ના ગીતાબા જાડેજા 31 હજાર ની લીડ થી વિજયી થવા નો દાવો કર્યો છે.તેમણે મતદાન દરમિયાન કોંગ્રેસ દ્વારા બોગસ મતદાનની ખોટી ફરિયાદો સાથે કાગારોળ કરાયા નો આક્ષેપ કર્યો છે.