સર્વત્ર કેસરિયા તરફી માહોલ : તમામ વિધાનસભા બેઠકોમાં કમળ જ ખીલશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

02 December 2022 06:09 PM
Rajkot
  • સર્વત્ર કેસરિયા તરફી માહોલ :  તમામ વિધાનસભા બેઠકોમાં  કમળ જ ખીલશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ભાજપના ભવ્ય વિજયમાં મતદારો, કાર્યકરોનો ફાળો સવિશેષ: કમલેશ મીરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર મજબુત લોકતંત્ર ના પાયામાં એક - એક મત મહત્વનો છે : જનતાએ લોકશાહીના આ મહાપર્વને ઉજવ્યું છે : ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરિયા

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, સાંસદો સર્વે મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, વિધાનસભા-68 ના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-69ના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા-70 ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, વિધાનસભા-71 ગ્રામ્યના ઉમેદવાર ભાનુબેન બાબરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરી, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર- કચ્છ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયાની એક સયુંકત અખબારી યાદી માં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણની 89 સીટોનું મતદાન પૂર્ણ થયું છે.

આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારો, તમામ ઉમેદવારો, તંત્ર અને મીડિયા પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર તરફી મોટાપાયે જંગી મતદાન થયાનું જણાય આવે છે. મતદારોએ વિકાસને મત આપ્યો છે, કમળના નિશાનવાળું બટન દબાવ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં પણ આ જ પ્રકારે મતદારો ભાજપને મત આપશે એવો વિશ્વાસ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ડિપોઝીટ ડુલ થઈ જવાની છે. ભાજપ ઉમેદવારો ભવ્યાતિભવ્ય વિજય મેળવવાના છે. સર્વત્ર કેસરિયા તરફી માહોલ છે જે ચૂંટણીના પરિણામ દિવસે જોવા મળશે. ઇવીએમમાંથી કમળ જ નીકળવાના છે. ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે. ભાજપના ભવ્ય વિજયમાં મતદારો, કાર્યકરોનો ફાળો વિશેષ હશે. ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સૌ કોઈની કામગીરી પ્રશંસાપાત્ર રહી એવું જણાવતાએ મતદારો, ઉમેદવારો, કાર્યકરોથી લઈ તંત્ર અને મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement