રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે 121 નેત્રયજ્ઞનું આયોજન

02 December 2022 06:13 PM
Rajkot
  • રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે 121 નેત્રયજ્ઞનું આયોજન

રાજકોટ:તા 2 : રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટ દ્રારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તોરમાં વિનામૂલ્ય 121(એક સો એકવીસ) સદ્ગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.01/12/2022,ગુરૂવાર થી તા.31/12/2022,શનિવાર સુધી આયોજન કરેલ છે. જેમાં વિનામૂલ્યે સદ્ગુરુ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે-તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્રારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા,જમવા,ચા-પાણી,નાસ્તો,શુધ્ધ ઘીનો શીરો,દવા ટીંપા,ચશ્મા,તથા નેત્રમણી વિનામૂલ્યે જ બેસાડી આપવામાં આવશે. રાજકોટમાં તા 4, 11,18 અને 25 ના રોજ યોજાશે. આ નેત્રયજ્ઞમાં દાખલ થયેલ દર્દી ભગવાનને સમગ્ર ભારતભરમાં તથા સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ એકમાત્ર રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ(આંખની),રાજકોટમાં અતિ આધુનિક ફેકોમશીન દ્રારા ટાંકાવગરનાં સારામાં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ(નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement