શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ છે ત્યારે રાજકોટ ની ચારેય વિધાનસભા-68 પૂર્વ,69 પશ્ચીમ, 70 દક્ષીણ અને 71-ગ્રામ્યના મતદારોનો લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં પોતાનો કિંમતી મત આપી સહભાગી થવા બદલ તેમજ શહેર ભાજપ ની તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો છે.