રાજકોટ,તા.2 : અમદાવાદ પાલડી ખાતે કાલ તા.3થી 8 દરમિયાન જૈન સમાજનો સૌથી મોટો મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જે નિમિતે તા.4થીના રવિવારે 15 કિ.મી. ના રૂટનો સૌથી મોટો વરઘોડો કાઢવામાં આવશે. આ વરઘોડામાં પ્રથમવાર 33 આચાર્ય ભગવંતોની સાથે 1200 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો ભકતોને દર્શન આપશે. વરઘોડાનું આયોજન આચાર્ય ભગવંત શ્રી હર્ષ વલ્લભસૂરિજી મહારાજ દ્વારા કરાયું છે.
વરઘોડાનો પ્રારંભ એનઆઇડી રિવરફ્રન્ટથી શરૂ થશે. આ 15 કિ.મી.નો વરઘોડો એનઆઇડી રિવર ફ્રન્ટથી શરૂ થશે જે શાંતિવન, પંકજ સોસાયટી, અંજલી ચચાર રસ્તા, ઓપેરા સોાસાયટી, પાલડી ચાર રસ્તા થઇને એનઆરડી પહોંચશે. જેમાં પાંચ હાથી, 30 અશ્વો, મહિલા મંડળો, બેન્ડ વાજા, પરમાત્માનો રથ, શાસન ધ્વજ, ઇન્દ્રધજા વગેરે જોડાશે. તા.4થીના રવિવારે યોજનાર વરઘોડામાં પ્રથમવાર 33 આચાર્ય ભગવંતો તથા 1200 સાધુ સાધ્વીજી ભગવંતો સામેલ થશે.
જેમાં 1. આ. વિજયજગચ્યચંદ્રસૂરિ મ.સા., 2. ધર્મચક્રતપ જગવલ્લભસૂરિ મ.સા., 3.પૂ.આ. રત્નસુંદરસૂરિ મ. સા., 4.આ. જયસુંદરસૂરિ મ.સા., 5. પૂ.આ. ચંદ્રજિતસૂરિ મ.સા., 6.પૂ.આ.પદ્મસુંદરસૂરિ મ.સા., 7.પૂ. આ. અભયચંદ્રસૂરિ મ.સા., 8.પૂ. આ. મહાબોધિસૂરિ મ.સા. 9.પૂ.આ. રવિરત્નસૂરિ મ.સા., 10.પૂ.આ.હરિકાંતસૂરિ મ.સા., 11. પૂ.આ. રશ્મિરત્નસૂરિ મ.સા., 12.પૂ.આ.સંયમરત્નસૂરિ મ.સા., 13.પૂ. આ.કલ્યાણબોધિસૂરિ મ.સા., 14.પૂ.આ. અપરાજિતસૂરિ મ.સા., 15.પૂ.આ. હીરચંદ્રસૂરિ મ.સા. 16.પૂ.આ. યુગસુંદરસૂરિ મ.સા.
17.પૂ.આ.મલયકીર્તિસૂરિ મ.સા., 18.પૂ.આ.હર્ષવલ્લભસૂરિ મ.સા., 19.પૂ.આ.યશોવિજયસૂરિ મ.સા., 20.પૂ.આ. મુનીશરત્નસૂરિ મ.સા., 21.પૂ.આ.મેઘવલ્લભસૂરિ મ.સા., 22. પૂ.આ.દર્શનવલ્લભસૂરિ મ.સા., 23. પૂ.આ.ઉદયવલ્લભસૂરિ મ.સા., 24.પૂ.આ. હૃદયવલ્લભસૂરિ મ.સા., 25.પૂ.આ. સંયમબોધિસૂરિ મ.સા., 26.પૂ.આ. જયેશરત્નસૂરિ મ.સા., 27.પૂ.આ. દેવકીર્તિસૂરિ મ.સા., 28.પૂ. આ. પ્રેમસુંદરસૂરિ મ. સા., 29. વિમલસેનવિજય મ.સા., 30. પૂ. ઉપા. ઇન્દ્રવિજય મ.સા., 31.પૂ. ઉપા.ભદ્રેશ્વરવિજય મ.સા., 32.પૂ.પં.પદ્મસેનવિજય મ.સા., 33.પૂ.પ્રવર્તક પદ્મરત્નવિજય મ.સા. વગેરે સામેલ થશે.