રાજકોટ,તા.2 : જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂજય શ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજા પ્રેરિત શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય (સાધુવાસવાણી રોડ, ગોપાલ ચોક)ની આવતીકાલ તા.3જીના શનિવારે છઠ્ઠી સાલગીરી અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.ના શિષ્યરત્ન યુવા પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી સત્ત્વબોધિ વિ. મ. ગણિવર્ય આદિ તથા પૂ. સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આવતીકાલે વાસુપૂજય સ્વામી જિનાલયે સવારે 7 વાગે સત્રરભેદીપૂજા, સવારે 7.30 કલાકે ચતુર્વિધ સંઘ સાથે ધજાની શોભાયાત્રા શરૂ થશે. વિધિકારક તરીકે પ્રકાશભાઇ દોશી પધારશે.
મૂળનાયકના શિખરની ધજાનો લાભ કીંજલબેન મહેતા, હિનાબેન શેઠ, (બિન્નીબેન, રીયાબેન) પરિવારે લીધો છે. શ્રી ઘંટાકર્ણવીરની દેરીની ધજાનો લાભ અલ્પાબેન મહેતા પરિવાર, મણિભદ્રવીરની દેરીની ધજાનો લાભ મધુબેન દોશી 5રિવાર, લક્ષ્મી માતાજીની દેરીની ધજાનો લાભ દુર્લભજીભાઇ મહેતા પરિવાર, અંબિકા માતાજીની દેરીની ધજાનો લાભ શારદાબેન દોશી પરિવાર તથા પદ્માવતી માતાજીની દેરીની ધજાનો લાભ ઇલાબેન મોદી પરિવારે લીધો છે. ધજાની વિવિ દરમિયાન જિનાલયની સાતમી સાલગીરીની ધજાના આદેશો આપવામાં આવશે તેમ ક્ધવીનર જયોતિન મહેતાએ જણાવેલ છે.