ટોરેન્ટ,તા. 3
કેનેડાએ વિદેશી માટેના તેના દરવાજા વધુ ખુલ્લા કર્યા છે. અર્થતંત્રને વેગ આપવા માટે કેનેડામાં સ્થાનિક વસ્તીનો વપરાશ પૂરો પડતો ન હોવાથી હવે વિદેશી વિદ્યાર્થીઓ ઉપરાંત વર્ક પરમિટના આધારે ભારતીય સહિતના વિદેશીઓને કેનેડામાં વસવાટની મંજુરી આપે છે.
તે ઉપરાંત હવે એક નવી છૂટછાટમાં આગામી વર્ષમાં કેનેડામાં ટેમ્પરરી વર્ક પરમિટ ધરાવતા વ્યક્તિને તેના જીવનસાથી એટલે કે પતિ અથવા પત્નીને પણ કેનેડામાં ઓપન વર્ક પરમિટ આપવામાં આવશે. જેની પ્રારંભિક મર્યાદા બે વર્ષની હશે. કેનેડાની સરકારે આ માટે બે વર્ષનો ટેમ્પરરી વિઝા આપવાની જાહેરાત કરી છે.
ઇમીગ્રેશન રેફયુજી ઇન સિટીઝનશીપ કેનેડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ક પરમિટમાં પ્રિન્સીપલ એપ્લીકન્ટ એટલે કે મુળ વ્યક્તિ કેનેડામાં ટેમ્પરરી વિદેશી કામદારનો દરજ્જો ધરાવતા હોય તેના પતિ અથવા પત્નીને કેનેડામાં સાથે રહેવા માટે અને ઓપન વર્ક પરમિટ માટે યોગ્ય ગણાશે.
કેનેડામાં જે રીતે લેબર શોર્ટેજ છે તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના નિયમ મુજબ મુખ્ય પ્રિન્સીપલ એપ્લીકન્ટ એટલે કે જે વ્યક્તિ મૂળભૂત રીતે કેનેડામાં હાઈસ્કીલ ઓક્યુપેશન એટલે કે ઉચ્ચ પ્રકારના વ્યવસાય કે સેવામાં જોડાયા હોય તેવા જ પતિ અથવા પત્નીને આ પ્રકારની છૂટ મળે છે.
પરંતુ હવે આ નિયમ દૂર કરાયો છે અને તે આગામી વર્ષથી લાગુ રહી શકશે અને જ્યાં સુધી મુખ્ય વ્યક્તિ કેનેડામાં હોય ત્યાં સુધી તેના જીવનસાથીને કેનેડામાં રહેવાની છૂટ મળશે જે પ્રારંભમાં બે વર્ષની હશે. કેનેડામાં લેબરની શોર્ટેજ છે અને તેના કારણે આ વર્ક કેટેગરી હેઠળ બે લાખ લોકો વસવાટ માટે આવે તે જોવા માગે છે.