રાજકોટની સેવાભાવી સંસ્થા જૈન વિઝન ટીમ તથા દાતાઓ દ્વારા રાજકોટના વિવિધ સ્થા. નવકારશીના આયોજન કરવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ નવકારશીનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં જ્યોતિન્દ્રભાઈ મહેતા, અનિમેષ રુપાણી ડોલરભાઈ કોઠારી, અનીષભાઈ વાઘર, મનોજ ડેલીવાળા મહેશ મણીયાર સહિત અન્યોએ સહયોગ આપ્યો હતો તેમ જૈન વિઝનના મિલન કોઠારી તથા પંચનાથ હોસ્પિટલના સેક્રેટરી મયુર શાહે જણાવેલ છે.