► રાજકોટથી વિજયભાઈ અમલાણી અને તેમના પત્ની મીનાબેન તેમજ ડો.જીતુ ટોલિયા અને તેમના પત્ની એમ બે દંપતી ઇજિપ્તના પ્રવાસે ગયેલા
► હોંશે હોંશે ફરવા ગયેલા દંપતી સાથે અકસ્માત સર્જાતા અમલાણી પરિવાર દુ:ખમાં ગરકાવ, મૃતક સ્વ.મીનાબેનનો પાર્થિવદેહ રાજકોટ લવાયો અને અંતિમ સંસ્કાર કરાયા, ઇજાગ્રસ્ત વિજયભાઈ સારવારમાં
► પાર્કિંગમાં રાહ જોઈ ઉભા હતા ત્યારે જ સામે પાર્ક કરેલી કારના ચાલકે જોરદારનું લીવર મારતા કાર વિજયભાઈ મીનાબેન અને ત્યાંના સ્થાનિક એજન્ટ પર ફરી વળી
રાજકોટ, તા.3
તાજેતરમાં જ ઇજિપ્ત ફરવા ગયેલા રાજકોટના સિંધી દંપતીને અકસ્માત નડ્યો છે. એરપોર્ટ બહાર નીકળતા જ કાર માથે ફરી વળી પત્નીનું મોત થયું છે જ્યારે પતિને ઇજા પહોંચી હતી. હોંશે હોંશે ફરવા ગયેલા દંપતી સાથે અકસ્માત સર્જાતા અમલાણી પરિવાર દુ:ખમાં ગરકાવ થયો છે. મૃતક સ્વ.મીનાબેનનો પાર્થિવદેહ રાજકોટ લવાયો અને અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત વિજયભાઈ પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે.
એરપોર્ટ બહાર પાર્કિંગમાં દંપતી રાહ જોઈ ઉભા હતા ત્યારે જ સામે પાર્ક કરેલી કારના ચાલકે જોરદારનું લીવર મારતા કાર વિજયભાઈ મીનાબેન અને ત્યાંના સ્થાનિક એજન્ટ પર ફરી વળી હતી અને આ કરુણ ઘટના બની હતી.
રાજકોટના અગ્રણી સિંધી પરિવાર અને તેમના સગા સ્નેહીઓ તરફથી આ દુ:ખદ ઘટના અંગે મળેલી વિગત મુજબ રાજકોટથી બે દંપતિ વિજયભાઈ અમલાણી અને તેમના પત્ની મીનાબેન તથા ડો.જીતુભાઈ ટોલીયા અને તેમના પત્ની એમ ચારેય ફરવા માટે ઈજિપ્ત ગયા હતા. તેઓ મુંબઈથી હવાઈ માર્ગે ઈજિપ્ત પહોંચ્યા હતા. ભારતીય સમય મુજબ રવિવારે સવારે 6.30 કલાકે ઈજિપ્તના એરપોર્ટ પર ઉતર્યા હતા અહીં એરપોર્ટ બહાર તેઓ પહોંચ્યા ત્યારે પાર્કિંગમાં સ્થાનિક એજન્ટ સાથે તેઓ તેમની કારની રાહમાં હતા ત્યારે જ તેઓ જયાં ઉભા હતા તેની 10 ફુટ સામે ઉભેલી એક કારના ચાલકે અચાનક જોરદાર લીવર મારી કાર હંકારી મુકી હતી.
આ પઝેરો કારે વિજયભાઈ, મીનાબેન, અપને સ્થાનિક એજન્ટને હડફેટે લીધા હતા. સ્થિતિ એવી સર્જાઈ કે,આ ત્રણેયકારની નીચે ચગદાયા હતા. બીજીબાજુ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને સ્થાનિક લોકોની યાદથી કાર આપી ઉંચકી નીચે દબાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક એજન્ટને સ્થળ પરજ મૃતજાહેર કરાયો હતો. વિજયભાઈને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી.
જયારે મીનાબેન બેભાન હોય ડો. જીતુ ટોલીયાએ તેમની પલ્સ તપાસતા જીવીત જણાતા હોસ્પિટલના ખસેડાયા હતા. જો.કે એમ્બ્યુલન્સમાં જ તેમણે દમ તોડી દીધો હતો.રાજકોટ અમલાણી પરિવારમાં આ અકસ્માતની જાણ થતા આની તુટી પડયું હોય તેમ પરિવાર દુ:ખદ ગરકાવ થયો હતો. સ્વ.મીનાબેનના મૃતદેહને રાજકોટ લાવી અંતિમ સંસ્કાર કરાયા હતાં.
PMO ના અધિકારી શ્રી સુજાન ચીનોઈ સિંધી પરિવારને મદદરૂપ થયા
ઈજિપ્તમાં સર્જાયેલા આ અકસ્માતની જાણ રાજકોટ આ કેસમાં અભ્યાસ કરી ચુકેલા તેમજ દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અને અનેક દેશોમાં રાજદુત રહી ચુકેલા સુજાન ચીનોઈન થઈ હતી.
તેમણે ઈજિપ્ત ખાતે સિંધી પરિવારને મદદ કરવા અને પાર્થિવદેહને રાજકોટ લાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત ઈજિપ્તમાં ભારતીય એમ્બેસેડર અજીત ગુપ્તે પણ સહાયરૂપ થયા હતાં. પોલીસની મદદથી અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવાયો હતો.ચાલકે ડ્રગ્સ જેવો નશો કર્યાનું ખુલ્યું હતું.
વિજયભાઈએ પાંચ ભાઈઓ, દંપતિએ કાલાવડ ૨ોડ પ૨ પ્રકૃતિ ઉપવન ડેવલોપ ર્ક્યું છે
વિજયભાઈ અમલાણીના પુત્ર ક૨ન અને પુત્રી ડો.બ૨ખા કે જેઓ વિદેશમાં ૨હે છે. અકસ્માતના સમાચા૨ જાણી તેઓ પણ ૨ાજકોટ દોડી આવેલા વિજયભાઈ અને તેમના પત્ની મીનાબેન દ્વા૨ા કાલાવડ ૨ોડ પ૨ પ્રકૃતિ ઉપવન નામે સુંદ૨ જગ્યા ડેવલોપ ક૨ાઈ છે. વિજયભાઈને પાંચ ભાઈઓ છે જેમાં ભ૨તભાઈ અમલાણી કે જેઓ પા૨સ સોસાયટીના પ્રમુખ છે. ડો. ગી૨ીશ અમલાણી કે જેઓ કોસ્મેટીક સર્જન છે. તેમજ સુ૨ેશભાઈ અમલાણી, મોહનભાઈ અમલાણી સહિતના પિ૨વા૨જનોમાં અત્યંત દુ:ખની લાગણી છપાઈ છે.