(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વાસરભાઈ દેસરભાઈ જીલરીયાએ ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદીના બનેવીએ આરોપીઓના ભાઈ વિરૂદ્ધ ફરીયાદીના બનેવીના ખેતરમાં ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી બેલા (આમરણ) ગામે ફરીયાદીના ભત્રીજા સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો
જેથી ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે માથામાં ધોકાનો ધા મારી માથામાં જીવલેણ ઈજા કરી હતી. આ બાબતની ફરીયાદી નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ લાખાભાઈ માણસુરભાઈ ખુંગલા અને મગનભાઈ માણસરભાઈ ખુંગલાનાઓની આઈ.પી.સી. કલમ 307, 405, વીગેરે તથા જી.પી એકટની કલમ 135 મુજબના ગુનામાં ધરપકડ કરી હતી અને ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલ કેસમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા તથા યોગરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.
બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટની દલીલો ધ્યાને લઈને તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રોહીતસિંહ જાડેજા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.