મોરબીના કારખાનામાં યુવાનને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દેનારા બંને આરોપીની ધરપકડ

05 December 2022 12:57 PM
Morbi
  • મોરબીના કારખાનામાં યુવાનને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દેનારા બંને આરોપીની ધરપકડ

મસ્તીમાં જીવલેણ ખીલવાડ કર્યો હતો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને તેની સાથે કામ કરતા બે શખ્સોએ એર કમ્પ્રેસર મશીન વડે મજાક મસ્તીમાં ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી હતી જેથી યુવાનને આંતરડામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે હાલમાં બંને આરોપીને ઝડપી લીધેલ છે.

મૂળ ઝારખંડના અને હાલમાં લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનોનો ભાઈ એન્ટીક વિટ્રીફાઈડ સિરામિક કારખાનામાં ગ્લેઝ વિભાગમાં લાઈન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કામગીરી કરી રહેલા મનોજ અને મેહુલ રબારી નામના બે શખ્સોએ એર કમ્પ્રેસરની હવાની નળી મસ્તીમાં ગુદ્દાના ભાગેથી હવા ભરી દીધી હતી

જેથી યુવાનને પેટમાં હવા ભરાઈ જવાના કારણે તેના આંતરડામાં ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે. હાલમાં આ ગુનામાં આરોપી મનોજ બેચનપાલ (25) રહે. હાલ એન્ટિક વિટ્રીફાઈડ સિરામિક મજૂરની ઓરડી મૂળ યુપી અને મેહુલ સુરેશભાઇ રબારી (23) રહે હાલ આદિત્ય હોસ્પિટલ સામે મૂળ ખાભડા ધ્રાંગધ્રાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

માર માર્યો
વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં ત્રણ માળિયામાં રહેતા મુસ્તાક અબ્દુલ બામણીયા (21) નામના યુવાનને બંધુનગર ગામ પાસે આવેલ રાધે પેટ્રોલિયમ ખાતે શેઠ રવિભાઈ પટેલે ઢીકા પાટુનો માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા. તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે વાહન અકસ્માતમાં પાનેલી ગામે રહેતા રામીબેન સંજયભાઈ દેત્રોજા (25) નામની મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી રાજકોટ લઈ ગયા છે. એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.


Advertisement
Advertisement
Advertisement