(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : માળીયા મીયાણા તાલુકાના નવા અંજિયાસર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા મુસ્તાક અબ્દુલભાઈ મોવર મિયાણા (ઉંમર 25) પોતાના ઘરે હતો
ત્યારે ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને તેનો ભાઈ અલીશા અબ્દુલભાઈ મોવર રહે. નવા અજીયાસર માળિયા સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો માળિયા મીયાણા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
દેશી દારૂ
માળીયા મીયાણાના વર્ષામેડી ગામના ફાટક પાસેથી બાઈક નં જીજે 3 જેએન 6447 ના બાઇક ચાલક પાસેથી આઠ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 160 રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કુલ 20160 નો મુદ્દામાલ કબજે કરી રણજીત બળદેવભાઈ સરવૈયા કોળી (19) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયાની ધરપકડ કરેલ છે તેની પાસેથી રમજાન કરી સંધવાણી રહે. જુના રેલ્વે સ્ટેશન રોડનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.