(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી જિલ્લાના શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન આગમી તા. 14022023 ને મંગળવારના રોજ યોજાવાના છે 11 દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામા આવેલ છે જેથી જિલ્લાના રામાનંદી સાધુ સમાજની દિકરીઓનો જ સમાવેશ કરવામા આવશે પરિસ્થિતિ નબળી હોય
તેવા પરિવાર તેમજ માતા પિતા વગરની દિકરી વિધવાની દિકરીઓને ધ્યાનમા લઈ 11 દિકરીઓના સમુહલગ્નમા સ્થાન આપવામા આવશે. આ સમુહલગ્નના ફોર્મમા આપેલ સુચનાઓને આ લગ્નમાં જોડાયેલ યુગલ અને તેના પરિવારોને અનુસરવાના રહેશે તેવું આયોજકોએ જણાવ્યુ છે આ સમુહલગ્ન માટેના ફોર્મ વિતરણ તા. 1012 થી 3112 સુધી ચાલુ રાખવામા આવશે ફોર્મ મેળવવા
અને જમા કરાવવા માટે રામાનદી સાધુ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લાની નવાડેલા રોડ ખાખીની જગ્યા પાસે પસંદ ચા ઉપર આવેલ ઓફિસ ખાતે ફોર્મ એક જ દિવસે જ જમા કરાવવાનું રહેશે અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા. 801 ને રવિવાર નક્કી કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ મનિષભાઈ દેવમુરારી, ભક્તીરામભાઈ નિમાવત અને ભરતભાઈ નિમાવતનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.