મોરબી સિવિલ ખાતે એચઆઇવી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો

05 December 2022 01:01 PM
Morbi
  • મોરબી સિવિલ ખાતે એચઆઇવી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્ર્વ એઇડ્સ દિવસના ભાગરૂપે એચઆઇવી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નર્સિંગ સ્કૂલ બહેનોએ રંગોળી દોરી હતી પ્રોજેકટ ઓફિસર તેમજ ફિલ્ડર કોડિનેટર તેમજ સરકારી હોસ્પિટલથી આઈસીટીસી સ્ટાફ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલની બહેનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ નોડલ ઓફિસર ડો. દુધરેજીયા, આરએમઓ ડો. સરડવા, ડો. પાડલીયા તેમજ પેથોલોજી ડો. મિશ્રાબહેન હાજર રહેલ હતા ત્યારબાદ જિલ્લા પંચાયત આર.સી. એચ.ઓ. ડો. વિપુલ કલોરિયા અને ડો. કાલેરિયાને રેડ રીબિન બાંધેલી તેમજ જિલ્લા અક્ષય ઓફિસ પર ડીટીઓ ઝાલાને રેડ રીબિન બાંધી હતી તેમજ માનવ સાંકળ બનાવી એચઆઇવી એઇડ્સ વિશે જાગૃતતા કરવામાં આવેલ હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement