મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતી નિમિતે યજ્ઞ, પૂજન અને ગીતા પઠન કરવામાં આવ્યું હતું.સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી જેમાં બંને પાડીમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત સાંજે ગીતા પૂજન, સામુહિક ગીતા પઠન અને ગીતા આરતી કરી ગીતા માહાત્મ્યની માહિતી આપવામાં આવી હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી નિમિત્તે મોરબીની રેઈન્બો પ્રી સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમા શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે બાળકો જાણે અને બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય એ હેતુથી રેઈન્બો પ્રી સ્કૂલમાં પ્લે-ગૃપ, નર્સરી તથા કે.જી.ના વિદ્યાર્થીઓને ગીતા પૂજન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું સંગીતમય શ્રવણ પણ કરાવવામાં આવ્યું હતું. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)